ઈન્ડિયન આઈડલ:પરિણીત વ્યક્તિને પ્રેમ કરવાના સવાલ પર રેખાએ કહ્યું, 'મને પૂછો ને?' પછી બોલી- 'મેં કંઈ નથી કહ્યું'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
'ઈન્ડિયન આઈડલ 12'ના શોમાં રેખા - Divya Bhaskar
'ઈન્ડિયન આઈડલ 12'ના શોમાં રેખા
  • રેખા 'ઈન્ડિયન આઈડલ 12'માં સેલિબ્રિટી ગેસ્ટ બનીને આવી હતી

રેખા આ વીકેન્ડ પર સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'માં સેલિબ્રિટી ગેસ્ટ બનીને આવી હતી. આ દરમિયાન સ્પર્ધકોએ રેખાની ફિલ્મના ગીતો ગાયા હતા. રેખાએ શોમાં ઘણું જ એન્જોય કર્યું હતું અને સ્પર્ધકોને પ્રોત્સાહન આપ્યું હતું. જોકે, સૌથી વધુ ચર્ચા રેખાના એ જવાબની રહી, જેમાં તેણે પરિણીત પુરુષને પ્રેમ કરતી મહિલાઓ પર વાત કરી હતી.

રેખાએ કહ્યું, મને પૂછો ને?
3 એપ્રિલ, શનિવારના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં હોસ્ટ જય ભાનુશાલી સો.મીડિયા યુઝર્સના નામથી શોની સ્પર્ધક સાયલી કાંબલેના પિતાની મજાક ઉડાવતો હતો. તેણે મજાકમાં રેખા તથા નેહા કક્કરને પૂછ્યું હતું, 'શું તમે ક્યારેય જોયું છે કે કોઈ મહિલા કોઈ પુરુષ માટે એ હદે પાગલ થાય, તે પણ પરિણીતી વ્યક્તિ માટે?'

નેહા જવાબ આપે તે પહેલાં રેખાએ કહ્યું હતું, 'મને પૂછો ને?' આ સાંભળતા જ જય ભાનુશાલી સહિત તમામ લોકો રેખાની સામે જોવા લાગે છે. જોકે, પછી રેખા તરત જ કહે છે, 'હું કંઈ બોલી નથી.' આ સાંભળીને જય સહિત નેહા કક્કર, હિમેશ રેશમિયા, વિશાલ તથા સ્પર્ધકો હસવા લાગે છે.

શું અમિતાભ માટે હતો આ જવાબ?
રેખાનો આ જવાબ ચાહકો તેના તથા અમિતાભ બચ્ચનના સંબંધો સાથે જોડે છે. જયા બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ પણ રેખા તથા અમિતાભ વચ્ચે સંબંધો હતા. બંનેના સંબંધોની ચર્ચા આજે પણ મીડિયામાં થાય છે. રેખાએ ઘણીવાર આ અંગે વાત કરી છે. જોકે, અમિતાભે ક્યારેય રેખા સાથેના અફેર અંગે કંઈ જ કહ્યું નથી.