તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિક્રિયા:‘મહાભારત’ના ‘કૂલરવાળા’ વાયરલ સીન પર મુકેશ ખન્નાએ કહ્યું, બીઆર ચોપરા ક્યારેય આવી ભૂલ કરી શકે નહીં

મુંબઈએક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુકેશ ખન્નાએ 1988માં ટેલીકાસ્ટ થયેલી ‘મહાભારત’ સિરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ પ્લે કર્યો હતો. લૉકડાઉનને કારણે  આ સિરિયલનું ફરીવાર પ્રસારણ કરવામાં આવ્યું છે. આ સિરિયલ ડીડી ભારતી પર ટેલીકાસ્ટ થાય છે. હાલમાં જ આ સિરિયલના એક સીનમાં ભીષ્મ પિતામહ કૂલરનો ઉપયોગ કરે છે, તેને લઈ અઢળક મીમ્સ બનાવવામાં આવ્યા હતાં. હવે, મુકેશ ખન્નાએ આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સેટ પર એર કૂલરનો ઉપયોગ કરતા હતાં. ભારેખમ આઉટફીટ તથા લાંબી દાઢીને કારણે તેમને બહુ જ ગરમી થતી હતી. તેમણે મીમ્સને લઈ એમ કહ્યું હતું કે સિરિયલના મેકર બી આર ચોપરા એડિટિંગમાં બહુ જ ધ્યાન રાખતા હતાં અને તેઓ ઉડીને આંખે વળગે એવી ભૂલ ક્યારેય કરી શકે નહીં. 

થોડાં દિવસ પહેલાં જ કૂલરવાળી વાત સાંભળી
અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે તેમણે થોડાં દિવસ પહેલાં જ ‘મહાભારત’માં તેઓ કૂલર આગળ બેઠાં હતાં તે અંગેની વાત સાંભળી હતી. તે પહેલાં એ જાણવા માગે છે કે આ તસવીર ક્યાંથી આવી અને આ વાત કોના ધ્યાનમાં આવી?

શોની તસવીર નથી
મુકેશ ખન્નાએ કહ્યું હતું કે તેમને શંકા છે કે આ તસવીર શોની છે. જો આ તસવીર શોની હોય તો તે બહુ જ મોટી ભૂલ છે. જોકે, તસવીર જોયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે આ તસવીર શોટ આપ્યા પછીની છે. તેમને નથી લાગતું કે બી આર ચોપરા આટલી મોટી ભૂલ કરે. તેઓ ‘મહાભારત’ના મેકિંગ તથા એડિટિંગ વખતે નાની-નાની બાબતોને લઈ ઘણાં જ સતર્ક રહેતા હતાં. 

એસી હોવા છતાંય કૂલરનો ઉપયોગ કરતાં
અલબત્ત, મુકેશ ખન્નાએ સ્વીકાર્યું હતું કે ફિલ્મસિટી આખું એર કન્ડિશન્ડ હોવા છતાંય તેઓ કૂલરનો ઉપયોગ કરતા હતાં. તેમણે શોમાં ભારેખમ કપડાં તથા લાંબી દાઢી રાખવી પડતી હતી, તેને કારણે તેમને બહુ જ ગરમી થતી હતી. ખાસ કરીને દાઢીને કારણે તેમને બહુ જ ગરમી થતી. આથી જ તેમણે બી આર ચોપરાને એર કૂલરનો ઉપયોગ કરવા દેવાની વિનંતી કરી હતી. દાઢીને કારણે તેમને પુષ્કળ પરસેવો થતો અને તેઓ ઘણાં જ અકળાઈ જતા હતાં. 

કૂલર નહીં પણ પિલરની ડિઝાઈન હતી
એક એપિસોડમાં ચાહકોને કૂલર જોવા મળ્યું હતું. આ કૂલર ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્નાની પાછળ હોય તેમ ચાહકોને લાગ્યું હતું. ચાહકોએ આ સીન જોઈને તરત જ મીમ્સ બનાવી નાખ્યા હતાં અને સ્ક્રીનશોટ વાયરલ કર્યાં હતાં. જોકે, સચ્ચાઈ અલગ જ હતી. અન્ય એક ચાહકે ખુલાસો કર્યો હતો કે જેને લોકો કૂલર સમજી રહ્યાં છે, તે વાસ્તવમાં એક પિલરની ડિઝાઈન છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો