તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીવી સેલેબ્સમાં કોરોના:કોરોના સંક્રમિત થવા પર ‘મેડમ સર’ એક્ટ્રેસ ગુલ્કી જોશીએ કહ્યું, ‘ઘણા દિવસો સુધી હું પથારીમાંથી ઊભી થઇ શકતી નહોતી’

10 દિવસ પહેલા

થોડા દિવસ પહેલાં ટીવી શો મેડમ સરની લીડ એક્ટ્રેસ ગુલ્કી જોશી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એક્ટ્રેસે પોતાને ઘરમાં 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટીન કરી છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન ગુલ્કીએ કહ્યું કે તે કેવી રીતે સંક્રમણ સામે લડી રહી છે.

ગુલ્કીએ કહ્યું, ‘કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યાને મને આશરે એક અઠવાડિયું થઇ ગયું છે અને સાચે આ સંક્રમણ ઘણું પીડાદાયક છે. એવું નથી કે મને કોઈ લક્ષણ દેખાયા નહોતા. અઠવાડિયાં પહેલાં તાવ આવ્યો હતો અને ઘણી નબળાઈ લાગતી હતી. હું રોજ શૂટ માટે જતી હતી આથી મારી આજુબાજુ લોકો હોવાના જ. હું નહોતી ઈચ્છતી કે મારે કારણે અન્ય કોઈને તકલીફ પડે આથી મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. મારી ઈમ્યુનિટી ઘણી નબળી છે. અને મને જે વાતનો ડર હતો તે જ થયું. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં મારી જાતને ઘરમાં સેલ્ફ ક્વોરન્ટીન કરી.’

‘ઘણા દિવસોથી પલંગ પરથી ઊભી થઇ શકી નહોતી’
વધુમાં તેણે કહ્યું કે, શરુઆતના દિવસોમાં મને ઘણી તકલીફ થતી હતી, ઘણા દિવસોથી હું પથારી પરથી ઊભી થઇ શકતી નહોતી. માત્ર ખાવા માટે જ ઊભી થતી હતી. ટ્રીટમેન્ટને લીધે હવે નબળાઈ ઓછી છે. એવું લાગી રહ્યું છે કે, છેલ્લા બે દિવસથી હું થોડા હોશમાં આવી છું. જો બધું યોગ્ય હશે તો આવતા અઠવાડિયાંના અંત સુધીમાં શૂટિંગ શરુ કરી દઈશ. આશા છે કે હવે રિપોર્ટ નેગેટિવ આવે.

કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સે ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે છતાં શોનું શૂટિંગ કરાવ્યું. જો કે, એક્ટ્રેસના કહેવા પ્રમાણે આ વાત સાચી નથી. તેણે કહ્યું કે, ‘ખબર નહિ આવી અફવા કોણ ફેલાવે છે, તેમાં કોઈ હકીકત નથી. હું બે દિવસ સેટ પર નહોતી ગઈ તેમાંથી એક દિવસ મારી રજા હતી અને બીજા દિવસે આખા યુનિટની રજા હતી. આ દરમિયાન જ મને તાવ આવ્યો હતો અને પ્રોડ્યુસરને જણાવ્યું. તેમણે મને આરામ કરવાની સલાહ આપી અને સ્ટોરી લાઈનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. મને સંક્રમણનાં લક્ષણ દેખાયાં છે ત્યારથી મેં એક પણ સીન શૂટ કર્યો નથી.’ ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મેકર્સે આખા યુનિટનો ટેસ્ટ કરાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો