તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:'તારક મહેતા..'ની જૂની સોનુએ બિકીની પહેરીને જંગલની વચ્ચે આવેલા તળાવમાં સ્વિમિંગ કર્યું

મુંબઈ8 દિવસ પહેલા
  • નિધિએ બ્લેક એન્ડ બ્લૂ રંગની બિકીની પહેરીને સ્વિમિંગ કર્યું

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાળ કલાકારો હવે મોટા થઈ ગયા છે. આ કલાકારો સાથે ચાહકોનું અલગ જ કનેક્શન જોવા મળે છે. સિરિયલમાં જૂની સોનુ બનતી નિધિ ભાનુશાલી સિરિલય છોડ્યા બાદ પણ ચાહકોમાં ફેવરિટ છે. તે સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ નિધિએ જંગલની વચ્ચે આવેલા તળાવમાં બિકીની પહેરીને સ્વિમિંગ કર્યું હતું. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

જંગલની વચ્ચે નિધિને તરવાની ઈચ્છા થઈ
વીડિયોમાં નિધિ ભાનુશાલી જંગલની વચ્ચે જોવા મળે છે. તેણે યલો રંગનું ટોપ પહેર્યું છે. ત્યારબાદ તે બ્લેક-બ્લૂ રંગની બિકીનીમાં જોવા મળે છે. તે જંગલમાં આવેલા તળાવમાં સ્વિમિંગ કરે છે. આ વીડિયો શૅર કરીને નિધિએ કહ્યું હતું કે જંગલની વચ્ચે ખુશી.

બિકીની તસવીરો વાઇરલ થતાં નિધિએ બળાપો વ્યક્ત કર્યો હતો
ગયા વર્ષે પણ નિધિની બિકીની તસવીરો વાઇરલ થઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિધિ ગોવા ફરવા ગઈ હતી અને તેણે બિચ પર બિકીની પહેરી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરો અંગે નિધિએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નિધિને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાં તેણે ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી અને જે અચાનક જ વાઈરલ થઈ હતી તો તે આ અંગે શું કહેશે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે તેનું જીવન છે અને જેમ બીજા કંઈક કરે અને તસવીરો શૅર કરે બસ તેણે પણ એ જ રીતે તસવીરો શૅર કરી હતી. જોકે, તેને નવાઈ લાગી જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગી હતી. તેના માટે આ બહુ ફન્ની છે, કારણ કે દેશમાં અન્ય મહત્ત્વના મુદ્દાને બદલે તેની તસવીરોની ચર્ચા થઈ રહી છે.

વધુમાં નિધિએ કહ્યું હતું કે દેશમાં ઘણું બધું બની રહ્યું છે અને લોકો પાસે તેની બિકીની તસવીરો પર વાત કરવાનો સમય છે. તેણે આ વિશે તેના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પણ વાત કરી હતી. તેને આ મુદ્દે થોડો ગુસ્સો પણ આવ્યો હતો. વધુમાં નિધિએ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે આવું કંઈ થશે અને તેણે તસવીરો વાઈરલ કરવા માટે બિકીની પહેરી નહોતી. ખરી રીતે તો તે સેલિબ્રિટી ન્યૂઝને ફોલો પણ કરતી નથી અને તેથી જ તેના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સે તેને બિકીની તસવીરોવાળા સમાચારની લિંક શૅર કરી ત્યારે તેને આ વાતની જાણ થઈ હતી. ત્યારે તેણે એમ કહ્યું હતું કે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખરેખર લોકોને આ વિશે વાત કરવાનો સમય છે?

ગોવામાં નિધિ ભાનુશાલીની બિકીની તસવીરો વાઇરલ થઈ હતી
ગોવામાં નિધિ ભાનુશાલીની બિકીની તસવીરો વાઇરલ થઈ હતી

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.