ભાણેજ વહુને આડેહાથ લીધી:હવે ગોવિંદાની પત્નીએ બળતામાં ઘી હોમ્યું, બોલી- 'અમે ખરાબ વહુ ઘરમાં લાવ્યા ત્યારથી મુશ્કેલીઓ શરૂ થઈ'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018થી ગોવિંદા તથા ભાણેજ કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

ગોવિંદા તથા કૃષ્ણા અભિષેકના પરિવાર વચ્ચેનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. દિવસે દિવસે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવે ગોવિંદાની પત્ની સુનીતાએ કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહને આડેહાથ લીધી હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'હું કોઈ ખરાબ વાત પર જવાબ આપવા માગતી નથી, પરંતુ એક માતાની જેમ દેખરેખ કરી હોવા છતાંય લોકો કઈ હદે ખરાબ બિહેવ કરે છે. ઘરમાં ત્યારે મુશ્કેલીઓ શરૂ થઈ જ્યારે અમે ખરાબ વહુ લઈને આવ્યા. હું કોઈનું નામ લેવા માગતી નથી. મારી પાસે જીવનમાં કરવા લાયક અનેક કામો છે. હું મારા પતિ ગોવિંદાનું કામ સંભાળું છું. મને આવી વાહિયાત વાતોમાં કોઈ રસ નથી.'

અમારું પણ આત્મસન્માન છે
વધુમાં સુનીતાએ કહ્યું હતું, 'ગોવિંદાએ મને પહેલેથી જ ફેમિલી મેટરને પબ્લિકમાં ના લાવવાની સલાહ આપી છે, પરંતુ કેટલાંક લોકો પબ્લિસિટી ઈચ્છે છે. આ દર વખતની મુશ્કેલી છે. કૃષ્ણા જ દર વખતે પહેલ કરે છે. અમારે ફુટેજની જરૂર નથી. જેમને ફુટેજ જોઈએ તે જ આવી હરકત કરે છે. હજારો વાર કૃષ્ણા માફી માગવા માટે તૈયાર રહે છે અને અનેકવાર અમે પેચઅપ પણ કર્યું છે. જોકે, અમે દર વખતે ખરાબ વાતો વારંવાર ઇગ્નોર કરી શકીએ નહીં. અમારું પણ આત્મસન્માન છે.'

શા માટે સુનીતા ભડકી?
થોડાં દિવસ પહેલાં કાશ્મીરાએ ગોવિંદા તથા સુનીતા અંગે કહ્યું હતું કે તે બંને તેના જીવનમાં કોઈ મહત્ત્વ ધરાવતા નથી. કાશ્મીરાએ ગુસ્સામાં કહ્યું હતું, 'કૃષ્ણા અંગે ફાલતુ વાત કરે છે. બની શકે એ એપિસોડમાં કૃષ્ણાની જરૂર ના હોય પણ તેમને કોણ સમજાવે. તમારે મને પૂછવું હોય તો પ્રિયંકા ચોપરા વિશે પૂછો, કેટરીના વિશે પૂછો, આ સુનીતા કોણ છે? મેં મારા દમ પર મારું નામ બનાવ્યું છે. મારી ઓળખ કોઈની પત્ની તરીકે આપવામાં આવતી નથી. તો હું આવા લોકો અંગે વાત કરવા માગતી નથી.' કાશ્મીરાની આ વાતથી ગુસ્સે થયેલી સુનીતાએ હવે પોતાની વાત રજૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગોવિંદા પત્ની સુનીતા સાથે 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો હતો અને કૃષ્ણા તે એપિસોડમાં જોવા મળ્યો નહોતો. સુનીતાએ એમ કહ્યું હતું કે તે કૃષ્ણાનો ચહેરો જીવનમાં ક્યારેય જોવા માગતી નથી.

કૃષ્ણાએ માફી માગી
કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે મામીએ મારા વિશે અઢળક વાતો કરી અને તેનાથી મને ખોટું લાગ્યું છે. જોકે, મને ખ્યાલ છે કે તે ઘણાં જ ગુસ્સામાં છે, કારણ કે તે મને સૌથી વધારે પ્રેમ કરે છે. 'હું તેનો ચહેરો જોવા નથી માગતી', તેવી ફિલ્મી વાત કરવી એ બતાવે છે કે તે કઈ હદે આહત થયાં છે અને ગુસ્સામાં પણ છે. તમે જેને પ્રેમ કરતાં હો તેના પર જ ગુસ્સો કરો છો. આ શબ્દ માત્રને માત્ર મા-બાપ બોલી શકે છે.'

વધુમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'આઇ લવ યુ મામા તથા મામી. હું તેમની માફી માગું છું. મેં અનેકવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને માફ કર્યો નથી. મને નથી ખબર કે તેઓ મને કેમ માફી આપવા તૈયાર નથી. અનેક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું કે અમે અમારી વચ્ચેના મતભેદ દૂરી કરી લેશું અને તેમણે પણ આ વાત કહી. જોકે, હજી પણ અમારી વચ્ચે અણબનાવ છે. મામા-મામી હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમારી આ દુશ્મની મને ઘણી જ હેરાન-પરેશાન કરે છે. હું અંદરથી દુઃખી છું. તેઓ મારા પેરેન્ટ્સ જેવા છે.'

શું છે વિવાદ?
2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યાર બાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.