તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'દગાખોર' સ્ટાર્સ:કરન મેહરાએ જ નહીં, કરન પટેલ-દીપિકા કક્કર સહિતના 11 સેલેબ્સે પાર્ટનરનો વિશ્વાસ તોડીને બાંધ્યા હતાં બીજા સાથે સંબંધો

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીવીના જાણીતા સેલેબ્સે પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત કર્યો હતો
  • કરન સિંહ ગ્રોવરે બે પત્નીઓને દગો આપ્યો હતો

છેલ્લાં બે દિવસથી ટીવી એક્ટર કરન મેહરા તથા નિશા રાવલના ઝઘડો ચર્ચામાં છે. નિશાએ સૌ પહેલાં 31 મેના રોજ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પતિ કરન વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી. નિશાની ફરિયાદ બાદ પોલીસે કરનની ધરપકડ કરી હતી અને પછી તેને જામીન આપ્યા હતા. બીજા દિવસે એટલે કે પહેલી જૂનના રોજ નિશાએ દાવો કર્યો હતો કે કરનનું અન્ય યુવતી સાથે અફેર છે. તેને કરનના મેસેજીસ પરથી પતિના એકસ્ટ્રા મેરિટલ અફેરની જાણ થઈ હતી. કરન મેહરા પહેલાં ઘણાં ટીવી સેલેબ્સ પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી ચૂક્યા છે.

અંકિત ગેરા

'સપને સુહાને લડકપન કે'થી જાણીતો બનેલો અંકિત ગેરાએ સિરિયલની કો સ્ટાર રૂપલ ત્યાગી સાથે છેતરપિંડી કરી હતી. અંકિત ગેરાએ એક જ સમયે બે એક્ટ્રેસિસ સાથે સંબંધો રાખ્યા હતા. તે રૂપલ ત્યાગી તથા અદા ખાનને એક સમય ડેટ કરતો હતો. જોકે, બંનેને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે અંકિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં અદા ખાને સ્વીકાર્યું હતું કે અંકિતે તેને એક નહીં પણ ત્રણ-ત્રણ વાર છેતરી હતી. રૂપલ તથા અદા ખાનના મતે, અંકિતે તેમની લાગણી સાથે રમત રમી હતી અને તેમના વિશ્વાસને તોડ્યો હતો.

કરન સિંહ ગ્રોવર

'કસૌટી જિંદકી કી 2'માં મિસ્ટર બજાજ બનેલો કરન સિંહ ગ્રોવરે એક નહીં પણ બે વાર પોતાની પત્નીઓને છેતરી છે. સૌ પહેલાં કરને ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નનો અંત માત્ર 10 મહિનામાં જ આવી ગયો હતો. પરિણીત હોવા છતાંય કરનના સંબંધો 'ઝલક દિખલાજા'ની કોરિયોગ્રાફર નિકોલ સાથે હતાં. ડિવોર્સ બાદ કરને ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, કરન ભૂતકાળની ભૂલોમાંથી કંઈ જ શીખ્યો નહોતો. જેનિફર સાથે લવ મેરેજ કર્યા હોવા છતાંય કરનના સંબંધો બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે હતાં. જેનિફરે કરનને ડિવોર્સ આપી દીધા હતા. ત્યારબાદ કરને બિપાશા સાથે લગ્ન કર્યાં હતાં.

કરન પટેલ

'યે હૈ મોહબ્બતે' ફૅમ કરન પટેલ હાલમાં તો હેપીલી મેરિડ લાઈફ પસાર કરી રહ્યો છે. તેણે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કર્યાં છે અને તેમને દીકરી પણ છે. જોકે, કરન પટેલે લગ્ન કર્યાં તે પહેલાં તેના સંબંધો ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી સાથે હતાં. બંને લગ્ન પણ કરવાનાં હતાં. જોકે, કરને કામ્યાને જાણ કર્યા વગર જ બ્રેકઅપ કરી નાખ્યું અને અંકિતા સાથે લગ્ન કરી લીધા હતા.

એજાઝ ખાન

'બિગ બોસ 14'ના ઘરમાં એજાઝ ખાનના સંબંધો પવિત્રા પુનિયા સાથે જોવા મળ્યા હતા. જોકે, એ પહેલાં એજાઝના સંબંધો ટીવી એક્ટ્રેસ અનિત હસનંદાની સાથે હતા. તેમણે ખાસ્સા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, બંને અચાનક જ અલગ થઈ ગયા હતા. અનિતાએ બિઝનેસમેન રોહિત સાથે લગ્ન કરી લીધા હતા. એજાઝે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે અનિતા સાથે સંબંધો હોવા છતાંય તેનું અન્ય યુવતી સાથે અફેર હતું. તેને આ વાતનો અફસોસ છે. અનિતા સાથેના સંબંધો તૂટ્યા બાદ તે મોડલ નતાલીને ડેટ કરતો હતો. જોકે, આ સંબંધ પણ લાંબો ટક્યો નહોતો. હવે તેના સંબંધો પવિત્રા પુનિયા સાથે છે.

પ્રિયંક શર્મા

'બિગ બોસ'ના ઘર પ્રિયંક શર્મા પોતાના રોમેન્ટિક સ્વભાવને કારણે લોકપ્રિય હતો. ઘરની અંદર તેના સંબંધો સ્પર્ધક બેનાફશા સોનાવાલા સાથે હતા. જ્યારે તે ઘરમાં એન્ટર થયો ત્યારે તેના સંબંધો દિવ્યા શર્મા સાથે હતા. જોકે, ઘરની અંદર ગયા બાદ પ્રિયંક પોતાની પ્રેમિકા દિવ્યાને ભૂલી જ ગયો હતો. તેના સંબંધો ઘરમાં બેનાફશા સાથે હતા. જોકે, પ્રિયંક માત્ર સારા મિત્રો હોવાનું જ કહ્યું હતું. જોકે, તે બંને વચ્ચેની કેમિસ્ટ્રી ઘણું બધું કહી જતી હતી. દિવ્યાએ નેશનલ ટીવી પર પ્રિયંક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેકે પણ પોતાની પાર્ટનર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. કૃષ્ણા-કરિશ્મા શાહ સાત વર્ષ લીવ ઈનમાં રહ્યાં હતાં અને પછી બંનેએ લગ્ન કર્યાં હતાં. 2017માં તેઓ જોડિયા દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. જોકે, ઘણાંને ખ્યાલ નથી કે કરિશ્મા સાથે લગ્ન કરે તે પહેલાં કૃષ્ણાના સંબંધો તનુશ્રી દત્તા સાથે હતા. જોકે, કરિશ્માને આ વાતની જાણ થઈ ગઈ હતી અને તેણે કૃષ્ણાને અલ્ટીમેટમ આપી દીધું હતું. ત્યારબાદ કૃષ્ણા-કરિશ્માએ ટૂંક સમયમાં જ લગ્ન કરી લીધા હતા.

અવિનાશ સચદેવ​​​​​​​

ટીવી સિરિયલ 'છોટી બહુ'ના લીડ એક્ટર્સ અવિનાશ તથા રૂબીના રિયલ લાઈફમાં પણ એકબીજાને ઘણો જ પ્રેમ કરતાં હતાં. બંને લગ્ન પણ કરવાના હતા. જોકે, અચાનક જ તેમના સંબંધો તૂટી ગયા હતા. અવિનાશના સંબંધો અન્ય ટીવી એક્ટ્રેસ સાથે હોવાની જાણ રૂબીનાને થઈ હતી. રૂબીનાએ અવિનાશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. 2018માં રૂબીનાએ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં. અવિનાશે 2015માં શામલી દેસાઈ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 2017માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. આ વર્ષે અવિનાશે ટીવી એક્ટ્રેસ પલક પુરસ્વાની સાથે સગાઈ કરી હતી.

મનીષ નાગદેવ​​​​​​​

ટીવી એક્ટર મનીષ નાગદેવના સંબંધો પહેલાં ટીવી એક્ટ્રેસ મુસ્કાન અરોરા સાથે હતા. બંનેએ 'મન કી આવાઝ..પ્રતિજ્ઞા'માં સાથે કામ કર્યું હતું. જોકે, મુસ્કાનનો આક્ષેપ હતો કે મનીષે તેની સાથે એક નહીં પરંતુ ચાર-ચાર વાર વિશ્વાસઘાત કર્યો હતો. મનીષના સંબંધો ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડે સાથે હતા. મુસ્કાને મનીષ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ મનીષે સૃષ્ટિ સાથે સગાઈ કરી હતી. જોકે, આ સગાઈ પણ લાંબો સમય ટકી નહોતી. 2020માં મનીષે મલ્લિકા જુનેજા સાથે સગાઈ કરી હતી.

દીપિકા કક્કર​​​​​​​

'સસુરાલ સિમર કા' ફૅમ દીપિકાએ ઓનસ્ક્રિન હસબન્ડ શોએબ ઈબ્રાહિમ સાથે નિકાહ કર્યાં છે. જોકે, દીપિકાએ પહેલા પતિ રોનક મહેતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પરિણીત હોવા છતાંય દીપિકાના સંબંધો શોએબ સાથે હતા. દીપિકાએ પહેલા પતિને ડિવોર્સ આપ્યા હતા અને પછી શોએબ ઈબ્રાહિમ સાથે નિકાહ કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે.

રાહુલ મહાજન

રાહુલ મહાજને ત્રીજા લગ્ન 2018માં રશિયન મોડલ નતાલિયા સાથે કર્યાં છે. જોકે, આ પહેલાં રાહુલના સંબંધો ટીવી એક્ટ્રેસ પાયલ રોહતગી સાથે હતાં. જ્યારે રાહુલ 'બિગ બોસ'ના ઘરમાં ગયો ત્યારે તેના સંબંધો મોનિકા બેદી સાથે બંધાયા હતા. 'બિગ બોસ'માંથી બહાર આવ્યા બાદ રાહુલ તથા મોનિકા વચ્ચે અફેર શરૂ થયું હતું. પાયલને રાહુલના કરતૂતોની જાણ થતાં જ તેણે રાહુલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પાયલે રેસરલ સંગ્રામ સિંહ સાથે સગાઈ કરી છે.

સુશાંત સિંહ રાજપૂત

​​​​​​​સુશાંત સિંહ રાજપૂત તથા અંકિતા લોખંડે વચ્ચે ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'ના સેટ પર સંબંધો બંધાયા હતા. બંને વચ્ચે સાત વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં. બંને લીવ ઈનમાં પણ રહેતા હતા. જોકે, ચર્ચા છે કે સુશાંતના સંબંધો બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન સાથે હતા અને આ જ કારણથી અંકિતાએ સુશાંત સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત તથા રિયા ચક્રવર્તી લીવ ઈનમાં રહેતા હતા. જોકે, આઠ જૂનના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને રિયા પોતાના ઘરે જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...