તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:નિધિ ભાનુશાલીની ત્રણ વર્ષ જૂની તસવીરો વાઇરલ થઈ, સોનુની પાછળ બે લોકો કિસ કરતાં હોવાની ચાહકોમાં ચર્ચા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોગી ઉર્ફે કુશ શાહે નિધિની કુલ આઠ તસવીરો શૅર કરી હતી, જેમાંથી ત્રીજા નંબરની તસવીર વાઇરલ થઈ.

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. સિરિયલની ટપુસેના બાળકોમાં ઘણી જ લોકપ્રિય છે. ટપુસેનામાં ટપુ, સોનુ, ગોલી, પિંકુ, ગોગી છે, જેમાં સોનુનું પાત્ર પહેલાં ઝીલ મહેતા, પછી નિધિ ભાનુશાલી અને હવે પલક સિધવાણી ભજવે છે. નિધિ ભાનુશાલી હવે આ શોમાં નથી, પરંતુ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. નિધિની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતી રહે છે. હાલમાં જ નિધિની ત્રણ વર્ષ જૂની તસવીરો વાઇરલ છે.

ગોલીએ ત્રણ વર્ષ પહેલાં તસવીરો શૅર કરી હતી
સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે સોશિયલ મીડિયામાં ત્રણ વર્ષ પહેલાં એટલે કે માર્ચ, 2018માં શૅર કરી હતી. કુશે નિધિની આઠ તસવીરો શૅર કરી હતી. જોકે, હાલમાં આ તસવીરો જે કારણથી વાઇરલ થઈ છે, તે કારણ જાણીને તમને નવાઈ લાગશે.

શૅર કરેલી ત્રીજી તસવીર વાઇરલ થઈ
કુશે શૅર કરેલી આઠ તસવીરમાંથી પહેલી તસવીર નિધિની મિરર સેલ્ફી છે, બીજી તસવીર નિધિની ક્લોઝ-અપ સેલ્ફી છે. ત્રીજી તસવીરમાં નિધિ કેમેરાની આગળ પોઝ આપે છે, પરંતુ તે તસવીરના બેકગ્રાઉન્ડ પર સો.મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચાયું છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં બે લોકો એકબીજાને કિસ કરતાં હોય તેવી અટકળો યુઝર્સ કરી રહ્યા છે.

નિધિના જન્મદિવસ પર કુશ શાહે તસવીરો શૅર કરી
નિધિના જન્મદિવસ પર કુશ શાહે તસવીરો શૅર કરી
નિધિ સિરિયલના સેટ પર
નિધિ સિરિયલના સેટ પર
મસ્તી કરતી નિધિ ભાનુશાલી
મસ્તી કરતી નિધિ ભાનુશાલી
પોઝ આપતી નિધિ ભાનુશાલી
પોઝ આપતી નિધિ ભાનુશાલી
કુશે તસવીરો શૅર કરીને કહ્યું હતું, નિધિની આ તસવીરો ક્યારેય નહીં જોઈ હોય.
કુશે તસવીરો શૅર કરીને કહ્યું હતું, નિધિની આ તસવીરો ક્યારેય નહીં જોઈ હોય.
પાઉટ પોઝ આપીને સેલ્ફી લેતી નિધિ
પાઉટ પોઝ આપીને સેલ્ફી લેતી નિધિ
નિધિની તસવીરો ત્રણ વર્ષ બાદ વાઇરલ થઈ છે
નિધિની તસવીરો ત્રણ વર્ષ બાદ વાઇરલ થઈ છે
આ તસવીરને કારણે નિધિની તસવીરો ત્રણ વર્ષ બાદ વાઇરલ થઈ છે. બેકગ્રાઉન્ડમાં બે લોકો એકબીજાને કિસ કરતાં હોય તેવું યુઝર્સ માની રહ્યાં છે.
આ તસવીરને કારણે નિધિની તસવીરો ત્રણ વર્ષ બાદ વાઇરલ થઈ છે. બેકગ્રાઉન્ડમાં બે લોકો એકબીજાને કિસ કરતાં હોય તેવું યુઝર્સ માની રહ્યાં છે.

સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી
ત્રણ વર્ષ જૂની પોસ્ટ વાઇરલ થતાં જ યુઝર્સે અઢળક કમેન્ટ્સ કરી હતી. સિરિયલમાં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી પ્રિયા આહુજાએ પણ આ જ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને કહ્યું હતું, 'કુશ... ત્રીજી તસવીર અંગે ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા છે, તું કહી દે કે આખરે તે લોકો કોણ છે.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, 'ત્રીજી તસવીરમાં બધું જ દેખાઈ જાય છે.' અન્ય એકે કહ્યું હતું, 'પાછળ જુઓ, પાછળ અરે..પાછળ તો જુઓ.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, 'ત્રીજી તસવીરમાં પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે, ઇલુ, ઇલુ..' અન્ય એકે કહ્યું હતું, 'કિસિંગ...'

હાલમાં એડવેન્ચર ટ્રિપ પર
નિધિ ભાનુશાલી હાલમાં પોતાના ડોગી તથા બેસ્ટ ફ્રેન્ડ સાથે એડવેન્ચર રોડ ટ્રિપ પર નીકળી છે. નિધિએ ટ્રિપ માટે હોન્ડા WRV કાર પણ ખરીદી છે. તે ટ્રાવેલ દરમિયાન વિવિધ વીડિયો પણ બનાવે છે અને સો.મીડિયામાં શૅર કરે છે.

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

નિધિ તથા કુશ સારા મિત્રો છે.
નિધિ તથા કુશ સારા મિત્રો છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.