તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'જૂની સોનુ'ની બેનપણી સાથેની બિકીની તસવીર વાઇરલ, બીચ પર મસ્તી કરતાં જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં નિધિની ફ્રેન્ડે બિકીની તસવીર શૅર કરી

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનો ફેવરિટ શો છે. આ શોના દરેક પાત્રો પોતાની એક્ટિંગ માટે ચાહકોમાં લોકપ્રિય છે. આ શોના બાળ કલાકારોને દર્શકોએ નાનાથી મોટા થતાં જોયા છે. આવી જ એક બાળ કલાકાર સોનુ એટલે કે નિધિ ભાનુશાલી શોમાં ના હોવા છતાં દર્શકોની ફેવરિટ છે. નિધિ એડવેન્ચરસ લાઇફ એન્જોય કરતી હોય છે અને તેના વીડિયો ને ફોટો શૅર કરતી હોય છે. હાલમાં જ નિધિની બ્લેક બિકીનીમાં એક તસવીર વાઇરલ થઈ છે.

નિધિએ સો.મીડિયામાં શૅર કરી
નિધિએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે ફ્રેન્ડ પૂજા સાથે જોવા મળે છે. નિધિ બ્લેક બિકીની બ્રા ટોપમાં હોય છે. નિધિ તથા પૂજા બંને એક જેવા કપડાંમાં હોય છે.

હાલમાં જ કર્ણાટક ગઈ હતી
નિધિ ભાનુશાલી થોડાં સમય પહેલાં જ કર્ણાટકના મુલકીમાં સર્ફિંગ માટે ગઈ હતી. આ દરમિયાન તેણે મલ્ટી કલર સ્વીમસૂટ પહેર્યો હતો.

ગયા વર્ષે દેશ ભ્રમણ માટે નીકળી હતી
ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી ગયા વર્ષે મિત્ર સાથે દેશ ભ્રમણ માટે નીકળી હતી. તે ગુજરાત, રાજસ્થાન, લેહ, લદ્દાખ ગઈ હતી. નિધિએ રોડ ટ્રિપ માટે ખાસ હોન્ડા WRV કાર પણ લીધી હતી.

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.