તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:નિધિ ભાનુશાલીનો આ અંદાજ પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ફ્રેન્ડ સાથે પૂલમાં મળી જોવા

મુંબઈ11 દિવસ પહેલા

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાળ કલાકારો ચાહકો ઘણાં જ લોકપ્રિય થયા છે. શોમાં સોનુનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાલીએ દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. તેની તસવીરો તથા વીડિયો અવારનવાર વાઇરલ થતાં હોય છે. નિધિ સો.મીડિયામાં એડવેન્ચર લાઇફની તસવીરો પણ શૅર કરતી હોય છે. હવે નિધિનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં એક્ટ્રેસનો હોટ ને સેક્સી અંદાજ જોવા મળે છે.

ગોવામાં નિધિએ કરી મસ્તી
નિધિનો ગોવામાં ધમાલ-મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નિધિના ખાસ મિત્ર રાયોરા લાઇટ્સ (Ryora.Lights)ના સો.મીડિયા હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં નિધિનો બિન્દાસ અંદાજ જોવા મળ્યો છે. આ વીડિયો ડિસેમ્બર, 2020નો છે. નિધિ પોતાના ફ્રેન્ડ સાથે ગોવા ગઈ હતી. અહીંયા તેણે ઘણી જ મસ્તી કરી હતી. ક્યારેક તે અંડર વોટર તો ક્યારેક બીચ પર જોવા મળે છે. નિધિ બિકીનીમાં પણ જોવા મળી હતી.

ગોવામાં નિધિ અલગ અલગ બિકીની તથા બોલ્ડ આઉટફિટ્સમાં જોવા મળી હતી. આ વીડિયોમાં નિધિના બોલ્ડ અવતારની સાથે સાથે હિપ્પી અવતાર પણ જોવા મળ્યો હતો.

વીડિયોમાં જુઓ નિધિનો અંદાજ

આ પહેલાં પણ બિકીની તસવીરો વાઇરલ થઈ હતી
નિધિની બિકીની તસવીરો આ પહેલાં પણ વાઇરલ થઈ હતી. તે સમયે નિધિએ પોતાની તસવીરો વાઇરલ થતાં બળાપો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે દેશમાં ઘણાં જ મુદ્દાઓ છે, પણ વાત તેની બિકીનીની થાય છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.