તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લૉકડાઉનના ત્રણ મહિના બાદ હવે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ફરીથી શરૂ થઈ છે. મોટાભાગના ટીવી પ્રોડ્યૂસર્સે સિરિયલ્સના શૂટિંગ શરૂ કરી દીધા છે. ઝી ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’, ‘કુંડલી ભાગ્ય’, ‘તુઝસે હૈં રાબ્તા’, ‘ગુડ્ડન તુમસે ના હો પાયેંગા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
ચેનલ સાથે જોડાયેલા સૂત્રોના મતે, આ તમામ શોના નવા એપિસોડ 13 જુલાઈથી ટીવી પર પ્રસારિત થશે. મનીષ પોલ હોસ્ટેડ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ના નવા એપિસોડ 18 જુલાઈથી શરૂ થશે.
લૉકડાઉનને કારણે મારા વિચારોમાં પરિવર્તન આવ્યુંઃ રીમા શેખ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ‘તુઝસે હૈ રાબ્તા’ની એક્ટ્રેસ રીમા શેખે કહ્યું હતું, ‘આ લૉકડાઉને મને બહુ બધું શીખવ્યું છે. મારી માતાનું મહત્ત્વ મને સમજાવ્યું. એવું નથી કે હું તેમને પ્રેમ નથી કરતી પરંતુ વ્યસ્ત રહેવાને કારણે તેમનું ધ્યાન રાખી શકતી નહોતી અને વધુ સમય આપી શકતી નહોતી. જોકે, લૉકડાઉનમાં મને સાથે રહેવાનો સમય મળ્યો અને માતા-પુત્રીના સંબંધોનું મહત્ત્વ સમજાયું. આ સાથે જ જીવનમાં સંબંધો તથા પરિવારના સભ્યોની મહત્ત્વતા સમજાઈ. આ લૉકડાઉનને કારણે મારા વિચારોમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે.’
શૂટિંગ તથા શો મેમ્બર્સને મિસ કર્યાં
શૂટિંગ શરૂ થવા પર રીમાએ કહ્યું હતું કે આ દરમિયાન તેણે શૂટિંગ તથા શોના સાથી કલાકારોને મિસ કર્યાં હતાં. તેના માટે આ કલાકારો પરિવાર જેવા જ છે. હવે જ્યારે તે સેટ પર પરત ફરી તો તે ઘણી જ ખુશ છે. સિરિયલની સ્ટોરીલાઈનમાં નવો કોન્સેપ્ટ જોવા મળશે. આશા છે કે દર્શકોને આ પસંદ આવશે.
‘કુમકુમ ભાગ્ય’ તથા ‘કુંડલી ભાગ્ય’ના કલાકારોએ પ્રોમો શૂટ કર્યો
સિરિયલના સેટ પરથી આવેલી તસવીરોમાં શબ્બીર આહલુવાલિયા, શ્રીતિ ઝા, શ્રદ્ધા આર્ય, ધીરજ કપૂર એક સાથે શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ કલાકારો ‘કુંડલી ભાગ્ય’ તથા ‘કુમકુમ ભાગ્ય’ના પ્રોમોનું શૂટિંગ કરતાં હતાં.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.