તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Neetu Kapoor Became Emotional After Listening To The Messages Of Son Ranbir And Daughter Riddhima, Also Shared Her Love Story With Husband Rishi Kapoor

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયન આઈડલ 12:દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમાનો મેસેજ સાંભળીને નીતુ કપૂર ઈમોશનલ થયાં, પતિ રિશી કપૂરને યાદ કરી પોતાની લવ સ્ટોરી શેર કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગયા વર્ષે રિશી કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું - Divya Bhaskar
ગયા વર્ષે રિશી કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું
  • ઇન્ડિયન આઈડલ 12નો અપકમિંગ એપિસોડ રિશી કપૂરની યાદમાં ડેડિકેટ કરવામાં આવશે

એક્ટ્રેસ નીતુ કપૂર ટીવી પર રિયાલીટી શો ઇન્ડિયન આઈડલ 12માં આવવાના છે. શોમાં નીતુ પોતાના સ્વર્ગસ્થ પતિ એક્ટર રિશી કપૂર વિશે ઈન્ટરેસ્ટિંગ કિસ્સો શેર કરે છે. સાથે જ તેમણે રિશી કપૂર સાથે ફિલ્મનાં સોંગનું શૂટિંગ પણ યાદ કર્યું અને હિટ સોંગ પર ડાન્સ કર્યો. એ પછી રણબીર અને રિદ્ધિમાનો વીડિયો મેસેજ જોયા પછી તેઓ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા.

નીતુએ રણવીર અને રિદ્ધિમાનું એડમિશન સિંગિંગ ક્લાસમાં કરાવ્યું હતું
રણબીરે વીડિયો મેસેજ શેર કરી કહ્યું, મને યાદ છે, જ્યારે હું અને મારી બહેન અમે બંને નાના હતા. ત્યારે મોમે અમારું એડમિશન ક્લાસિકલ સિંગિંગ ક્લાસમાં કરાવ્યું હતું. ટીચરે ક્લાસ પછી મમ્મીને કહ્યું, હું તમારી દીકરીને શીખવાડી શકીશ પરંતુ તમારા દીકરાને કોઈ સુર કે તાલની સમજ નથી પ્લીઝ તમે તેને કરાટે ક્લાસમાં મૂકો. કારણકે તેનાથી સિંગિંગ નહિ થઈ શકે.

રિદ્ધિમાએ મોમને ઇન્ડિયન આઈડલ કહી
રિદ્ધિમાએ કહ્યું, હું તમને ઘણો પ્રેમ કરું છું. અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. દરેક તમને પ્રેમ કરે છે. તમે હંમેશાં અમારા ઇન્ડિયન આઈડલ છો. નીતુએ તેની દીકરીને ‘સો સ્વીટ’નો રીપ્લાય આપ્યો. હિટ સોંગ પર ડાંસ કર્યા પછી નીતુએ રિશી કપૂરની ડાન્સ સ્કિલ્સ વિશે વાત કરી અને તેમને એક ખરાબ ડાન્સર કહ્યા.

શોમાં લવ સ્ટોરી પણ શેર કરી
ઇન્ડિયન આઈડલ 12નો અપકમિંગ એપિસોડ રિશી કપૂરની યાદમાં ડેડિકેટ કરવામાં આવશે. ગયા વર્ષે કેન્સરને લીધે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. પ્રોમોમાં નીતુએ પોતાની લવ સ્ટોરી શેર કરી કહ્યું, દરેક છોકરીઓનો પીછો કર્યા પછી એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું હું તેમને ગમું છું. તેમને હું ઘણી સિમ્પલ લગતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો