ઈન્ટરવ્યુ:નાઝિયા નસીમ 'કેબીસી 12'ની પહેલી કરોડપતિ બની, કહ્યું- 'જીવનમાં અનેક જોખમ લીધાં, પરંતુ 1 કરોડ ગુમાવવાનો ડર લાગ્યો હતો'

મુંબઈએક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

રાંચીની નાઝિયા નસીમ 'કૌન બનેગા કરોડપતિ 12'ની પહેલી કરોડપતિ બની. નાઝિયાના મતે તેણે જીવનમાં અનેક જોખમો લીધાં છે, પરંતુ એક કરોડ રૂપિયા ગુમાવવાનો તેને ડર લાગ્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નાઝિયાએ શો સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી.

2020 મારા માટે લકી સાબિત થયું
હજી સુધી વિશ્વાસ નથી થતો કે હું આટલી મોટી રકમ જીતી ગઈ છું. છેલ્લાં 20 વર્ષથી મારી માતાનું સપનું હતું કે તે મને 'કેબીસી'માં જુએ. તેમનું આ સપનું પૂરું કરવા માટે હું છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રયાસ કરતી હતી. હું અનેકવાર હારી હતી, પરંતુ માતા મને પ્રોત્સાહન આપતી. મારા માટે આ વર્ષ લકી રહ્યું.

ક્યારેક વિચારું છું કે શું આ સન્માનને કાબિલ છું?
જ્યારે હોસ્ટ અમિતાભ બચ્ચને એક કરોડ જીતવાની જાહેરાત કરી ત્યારે હું ઘણી જ ભાવુક બની ગઈ હતી. દર્શકોની જગ્યાએ માતા તથા પતિ બેઠાં હતાં. તેમની પ્રતિક્રિયા જોવા માગતી હતી, પરંતુ હું પોતે જ એટલી ભાવુક બની ગઈ કે ખબર જ ના રહી કે હું શું કરું. જ્યારે ટીવી પર બંનેના ચહેરા જોયા તો ગર્વ થયો. એવું લાગ્યું કે મેં આખી દુનિયા જીતી લીધી. તે લોકો ઘણાં જ ભાવુક થઈ ગયાં હતાં. મને રાંચી તથા પરિવારમાંથી જે સન્માન મળ્યું એ વ્યક્ત કરવું મુશ્કેલ છે. ક્યારેક વિચાર આવે છે કે શું હું સાચે જ આ સન્માનને પાત્ર છું?

સાત કરોડના સવાલ પર જોખમ લેતાં ડરી ગઈ હતી
મેં જીવનમાં અનેક મોટાં જોખમો લીધાં છે, પરંતુ સાચું કહું તો સાત કરોડના સવાલ પર જોખમ લેતાં ડરી ગઈ હતી. એક કરોડ જીતવા પર બહુ જ ખુશ થઈ અને સંતુષ્ટ પણ હતી. આટલી મોટી રકમ હું ગુમાવવા માગતી નહોતી. ઈતિહાસ પર આધારિત સવાલ હતો અને મને આનો જવાબ ખબર નહોતી, આથી જ મેં કોઈ જોખમ ના લીધું.

અમિતાભ બચ્ચન સાથે પસાર કરેલી ક્ષણો યાદ રહેશે
અમિતાભ બચ્ચન સાથે જેટલો સમય પસાર કર્યો એ જીવનભર યાદ રહેશે. તેમને જોઈને માતાની એક વાત યાદ આવે છે. અમે નાના હતા ત્યારે માતા કહેતી, જે ઝાડ પર ફળો હોય એ હંમેશાં ઝૂકેલાં રહે છે. બચ્ચનજીની પર્સનાલિટી પણ આવી જ કંઈક છે. આટલા ટેલન્ટેડ હોવા છતાંય એકદમ વિનયપૂર્ણ તથા સાદગીસભર વ્યક્તિ છે.

જીતેલી રકમથી પરિવારની જરૂરિયાત પૂરી કરીશ
જીતેલી રકમથી પરિવારની જરૂરિયાતો પૂરી કરીશ. વૃદ્ધ મા-બાપની સંભાળ લઈશ, તેમના મેડિકલ ખર્ચાઓ છે, તેની પાછળ થોડી રકમ ખર્ચ કરીશ. દીકરાના ભવિષ્ય માટે રોકાણ કરશે. તેને સૉકર રમવું પસંદ છે તો તે આ જ ફિલ્ડમાં આગળ વધવા લાગે છે. તેની ટ્રેનિંગ પાછળ પૈસા ખર્ચ કરીશ. પતિને બિઝનેસમાં રોકાણ કરવું છે, થોડું દાન પણ કરીશ. સાચું કહું તો હજી પૂરું પ્લાનિંગ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...