તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:‘નચ બલિયે 9’ ફૅમ શાંતનુ મહેશ્વરી તથા નિત્યામી શિર્કે અલગ થયા

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિત્યામીએ કહ્યું, શાંતનુ હજી પણ મારા જીવનનો હિસ્સો, મિત્ર તરીકે સાથે છીએ

ટીવી એક્ટ્રેસ નિત્યામી શિર્કેએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે પ્રેમી શાંતનુ મહેશ્વરી સાથેના તેના સંબંધોનો અંત આવ્યો છે. તેમના સંબંધોમાં એવું કંઈ જ ખોટું નહોતું થયું પરંતુ સાથે રહ્યાં બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ મિત્રો તરીકે જ સાથે રહી શકે છે. 

2019માં ડેટિંગ કરવાની શરૂઆત કરી હતી
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નિત્યામીએ કહ્યું હતું કે તેણે તથા શાંતનુએ એપ્રિલ, 2019ની આસપાસ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન તેઓ વેબ સીરિઝના પ્રોમોનું શૂટિંગ કરતાં હતાં. ‘નચ બલિયે’ દરમિયાન તેઓ એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા. આ શોમાં તેઓ પાંચ મહિના સાથે રહ્યાં હતાં અને તેમની વચ્ચે બોન્ડિંગ વધ્યું હતું. જોકે, તેમના સંબંધોમાં કંઈ જ ખોટું થયું નથી પરંતુ તેમને એ વાતનો અહેસાસ થયો કે તેઓ મિત્રો તરીકે વધુ સારા છે. આથી જ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે, શાંતનુ હજી પણ તેના જીવનનો હિસ્સો છે અને તેનો સારો મિત્ર છે. નોંધનીય છે કે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ ત્રણ નવેમ્બરના રોજ પૂરો થયો હતો અને આ શો પૂરો થયાના થોડાંક જ મહિના બાદ શાંતનુ તથા નિત્યામી અલગ થઈ ગયા. 

આ વેબ સીરિઝમાં પહેલી વાર સાથે જોવા મળ્યા હતાં.
શાંતનુ તથા નિત્યામી પહેલીવાર વેબ સીરિઝ ‘મેડિકલી યોર્સ’માં સાથે જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે ‘નચ બલિયે 9’માં બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. શાંતનુએ ગયા વર્ષે નિત્યામી સાથેના સંબંધો પર કહ્યું હતું કે વેબ સીરિઝ ‘મેડિકલી યોર્સ’ના પ્રમોશન દરમિયાન તેમણે એકબીજા સાથે ડેટિંગ કરવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘નચ બલિયે’માં શાંતનુ તથા નિત્યામીની જોડી પાંચમા સ્થાને રહી હતી. વર્ષ 2017માં શાંતનુ ‘ખતરો કે ખિલાડી’નો વિનર રહ્યો હતો. શાંતનુ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં રમણિક લાલનો રોલ પ્લે કરતો જોવા મળશે.

હાલમાં નિત્યામી મેલબોર્ન
28 એપ્રિલના રોજ નિત્યામી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પરત ફરી હતી. અહીંયા તે 14 દિવસ ક્વૉરન્ટીન રહી હતી. તેણે ક્વૉરન્ટીન સેન્ટરની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.14 દિવસ સેન્ટરમાં રહ્યાં બાદ નિત્યામી ઘરે આવી ગઈ હતી.

નિત્યામીએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ તસવીરો શૅર કરી હતી
નિત્યામીએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ તસવીરો શૅર કરી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો