તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉકડાઉન ડાયરી:'નાગિન' ફૅમ અદા ખાને કહ્યું, લૉકડાઉનમાં ડર હતો કે બચત પૂરી થઈ ગઈ તો પછી શું?

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

'નાગિન' ફૅમ અદા ખાને લૉકડાઉન દરમિયાન નવી ભાષા શીખી હતી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેની માતા ઈરાની હતી અને તેમના માટે તેણે લૉકડાઉનમાં પિતા પાસેથી પર્શિયન ભાષા શીખી હતી.

ગયું વર્ષ ઘણું જ પીડાદાયક હતું, દરેક બાજુથી માત્ર ને માત્ર ખરાબ વાતો સાંભળવા મળતી
અનેકની જેમ મારી લાગણીઓ પર પણ લૉકડાઉનની ખરાબ અસર પડી હતી. મને ડર હતો કે આગળ જઈને શું થશે. હું એ વાતની ના નહીં પાડું કે લૉકડાઉનને કારણે આપણે આપણાં પરિવારની વધુ નિકટ આવ્યા છીએ. આપણને એ વાતનો અહેસાસ અપાવ્યો કે પોતાના લોકોને સુરક્ષિત રાખવા કેટલું મહત્ત્વ છે. કેટલાંક વર્ષો પહેલાં મેં મારી માતાને ગુમાવી છે. મારી જેમ અનેક લોકોએ ગયા વર્ષે પરિવારમાંથી કોઈને કોઈ સભ્યને ગુમાવ્યા છે, ગયું વર્ષ ઘણું જ પીડાદાયક હતું. દરેક બાજુથી માત્રને માત્ર ખરાબ સમાચારો સાંભળવા મળતા હતા. કોઈએ પોતાની નોકરી ગુમાવી તો અનેકે પોતોના સંબંધીઓને ગુમાવ્યા છે, અનેક લોકો ડિપ્રેશનો શિકાર બન્યા. હવે પરિસ્થિતિ થોડી સુધરી છે, વેક્સિન આવી ગઈ છે. આશા છે કે આગામી સમય સારો હશે.

લૉકડાઉનમાં પેરેન્ટિંગ કરતાં શીખી ગઈ
લૉકડાઉનના શરૂઆતના દિવસો ઘણાં જ પોઝિટિવ રહ્યાં હતા, કારણ કે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી હતી. જોકે, જેમ જેમ સમય થયો તેમ તેમ કામ અંગે વિચારીને ડર લાગતો હતો. દરેક વખતે એવો વિચાર આવતો કે કામ ક્યારે મળશે. ફાઈનાન્સિયલ સિક્યોર્ડ થવું જરૂરી હતું. કામનો સ્ટ્રેસ હતો અને એમ પણ વિચારતી કે મારા પપ્પા ક્યાંય બહાર ના જાય. તેમને કંટ્રોલ કરવા ઘણાં જ મુશ્કેલ હતા. મારો રોલ રિવર્સ થઈ ગયો હતો. હું પેરેન્ટ બની ગઈ હતી. મારા પપ્પા મારા માટે બાળક જેવા હતા. નાના ભાઈને પણ કંટ્રોલ કરતી હતી. લૉકડાઉનમાં હું પેરેન્ટિંગ શીખી ગઈ. સ્ટ્રેસફૂલ પરિસ્થિતિમાં પમ મારા મનને શાંત કરતાં શીખી છું.

સેવિંગ તથા ફાયનાન્સ અંગે ચિંતા હતી
મને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને લૉકડાઉનમાં એ જ ડર હતો કે હવે આપણા ફાયાનાન્સનું શું થશે? હું ખોટી નથી કહેતી પરંતુ મને પણ મારી બચત તથા આર્થિક સ્થિતિનો ડર લાગ્યો હતો. મને એમ થતું કે જો બધી જ બચત વપરાઈ ગઈ તો ભવિષ્યમાં શું થશે?

પપ્પા પાસેથી પર્શિયન ભાષા શીખી
મારી માતા ઈરાનીય હતી. આથી મેં લૉકડાઉનમાં પપ્પા પાસેથી પર્શિયન ભાષા શીખી. ભોજન બનાવતા ના શીખી, કારણ કે મારો નાનો ભાઈ શૅફ છે. તે બહુ જ સારી રસોઈ બનાવે છે. એક યુઝલેસ બાબત પણ શીખી અને તે ઝેંગાની રમત. હું પરિવાર સાથે રમતી અને મને ખબર પડી કે હું બહુ જ સારું રમું છું.