તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધાર્થ શુક્લા ડેથ કેસ:મુંબઈ પોલીસે એક્સિડેન્ટલ ડેથ કેસ દાખલ કર્યો, ફાઉલ પ્લે ના મળતા ડૉક્ટર્સની સલાહ પર કેસ બંધ થશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અનેક ટીવી શો, ફિલ્મ તથા વેબ સિરીઝમાં જોવા મળેલ 'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું અવસાન 2 સપ્ટેમ્બરે મુંબઈમાં થયું હતું. સિદ્ધાર્થ શુક્લા ઘરમાં બેભાન અવસ્થામાં મળ્યો હતો અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. કૂપર હોસ્પિટલમાં જ સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એક્ટરનું મોત હાર્ટ અટેકને કારણે થયું હોવાનું માનવામાં આવતું હતું. જોકે, રિપોર્ટમાં કારણ જણાવવામાં આવ્યું નથી. હવે મુંબઈ પોલીસે સિદ્ધાર્થના મોત કેસમાં ADR (એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) દાખલ કર્યો છે.

ડૉક્ટર્સે કેસ બંધ કરવાની સલાહ આપી
કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સે સિદ્ધાર્થના મોતમાં ફાઉલ પ્લે હોવાની વાતની ચોખ્ખી ના પાડી છે. તેમના મતે, સિદ્ધાર્થનું મોત એક નેચરલ ડેત છે. એક્ટરનું મોતનું કારણ હાલમાં ખબર પડી શકી નથી. જોકે, કેમિકલ એનાલિસિસથી આ વાત સ્પષ્ટ થશે. રિપોર્ટમાં હાર્ટ અટેકની વાત કન્ફર્મ થયા બાદ મુંબઈ પોલીસ આ કેસ બંધ કરી દેશે.

કેમ પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કર્યો?
કાયદાકીય રીતે કોઈ પણ મૃત વ્યક્તિનો પોસ્ટમોર્ટમ કરાવતા પહેલાં ADR દાખલ કરવો અનિવાર્ય છે. મુંબઈ પોલીસે હજી સુધી આ કેસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસે પરિવારનું નિવેદન લીધું છે. સિદ્ધાર્થની માતા રીટા શુક્લાએ કહ્યું હતું કે સિદ્ધાર્થને મોડી રાત્રે બેચેની થતી હતી. તે પાણી પીને સૂઈ ગયો અને પછી સવારે ઉઠ્યો જ નહીં.

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થના નિધનના 24 કલાક બાદ તેના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનઘાટમાં થયા હતા.