તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'મહાભારત'ના ભીષ્મ એટલે કે મુકેશ ખન્ના છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડ અને તેની કાર્યશૈલી પર હુમલો કરતા રહે છે. હાલમાં જ તેમણે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના ટાઈટલ પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે હિંદુત્વની મજાક ઉડાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
જનતાને વિરોધ કરવાની અપીલ કરી
મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'લક્ષ્મી બોમ્બ'ના ટાઈટલની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. મને જો પૂછવામાં આવે તો હું એટલું જ કહીશ કે હાલમાં બૅન યોગ્ય નથી. હજી તો માત્ર ટ્રેલર આવ્યું છે, ફિલ્મ આવવાની બાકી છે. લક્ષ્મીની આગળ બોમ્બ લગાવવું એ મજાકભર્યું લાગે છે. શું તમે 'અલ્લાહ બોમ્બ' કે 'બદમાશ જીઝસ' એ રીતે ફિલ્મના નામ રાખી શકો છો? નહીં ને તો પછી 'લક્ષ્મી બોમ્બ' કેવી રીતે? આ ધૃષ્ટતા ફિલ્મી લોકો એટલા માટે કરતા હોય છે કે તેમને ખબર છે કે આમાં ચર્ચા થશે, લોકો બૂમો પાડશે અને પછી ચૂપ થઈ જશે. આ રીતે ફિલ્મનું પ્રમોશન પણ થઈ જશે. આવું બનતું રહેશે, આને અટકાવવું પડશે. આ માત્ર જનતા જનાર્દન જ કરી શકશે'
મુકેશે કહ્યું- 'લક્ષ્મી બોમ્બ'ને ડિફ્યૂઝ કરો
મુકેશ ખન્નાએ આગળ કહ્યું હતું, 'એક વાત સ્પષ્ટ છે કે આ કમર્શિયલ લોકોમાં હિંદુઓનો ડર કે ખૌફ સહેજ પણ નથી. તેઓ તેમને સહિષ્ણુ માને છે. સોફ્ટ ટાર્ગેટ સમજે છે. તેમને ખ્યાલ છે કે કોઈ બીજા ધર્મ કે સંપ્રદાય પર વિવાદ થાય તો તલવારો ઉછળે છે. આથી તેઓ તે રીતના ટાઈટલ બનાવતા નથી. ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પસાર કર્યા બાદ હું દાવા સાથે કહી શકું છું કે દરેક પ્રોડ્યૂસર પોતાની ફિલ્મને હિટ કરાવવા આવું કરતા હોય છે. 'લક્ષ્મી બોમ્બ' આમાંથી જ એક છે અને તેને ડિફ્યૂઝ કરો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.