'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. 12 વર્ષથી વધુ સમય સુધી તે દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. જેઠાલાલના કેરેક્ટરમાં દિલીપ જોશી આજે પણ લોકોની વચ્ચે લોકપ્રિય છે. આ શોને કારણે દિલીપ જોશી, મુનમુન દત્તા, દિશા વાકાણી, અમિત ભટ્ટ, નેહા મહેતા, શૈલેષ લોઢા અને અન્ય લોકોના નામ ઘર-ઘરમાં જાણીતા બની ગયા છે. આ શો પહેલી વખત 2008માં ટેલિકાસ્ટ થયો હતો. જેઠાલાલ- દયાની જોડીથી માંડીને ગોકુલધામ સોસાયટીમાં સભ્યોની વચ્ચે થતા રમૂજી ઝઘડાએ ફેન્સને શો માટે આકર્ષિત કર્યા.
હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જેઠાલાલ પોતાની ગોરી મેમ એટલે કે બબીતાજીની સાથે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. વીડિયો શોના શૂટિંગનો છે, પરંતુ ફેન્સ તેને જોઈને એન્જોઈ કરી રહ્યા છે. આ વીડિયોમાં જેઠાલાલ અને બબીતાજી હાથોમાં હાથ રાખીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે વેલેન્ટાઈન્સ ડે સ્પેશિયલ એપિસોડમાં જેઠાલાલા અને બબીતાજીનો આ રોમેન્ટિક ડાન્સ ટૂંક સમયમાં જોવા મળશે.
જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણું બધું બદલાઈ ગયું છે, ઘણા લોકો શોમાં આવી ગયા છે. જો કંઈ નથી બદલાયું તો એ છે બબીતાજી માટે જેઠાલાલનો પ્રેમ. વર્ષોથી જેઠાલાલ બબીતાજીની એક ઝલક મેળવવા માટે બેચેન થઈ જાય છે. હવે આ રોમેન્ટિક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.