ટીવી સિરિયલ 'દેવો કે દેવ મહાદેવ' ફૅમ મોહિત રૈનાએ ડિસેમ્બર, 2021માં અદિતી શર્મા સાથે લગ્ન કર્યા હતા. હવે મોહિત રૈના દીકરીનો પિતા બન્યો છે. સો.મીડિયામાં મોહિતે દીકરીની આંગળી પકડેલી હોય તેવી તસવીર શૅર કરી હતી.
વેલકમ ટૂ ધ વર્લ્ડ બેબી ગર્લ
મોહિતે ફોટો પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અને અમે બેમાંથી ત્રણ થઈ ગયા. વેલકમ ટૂ ધ વર્લ્ડ બેબી ગર્લ...'
થોડાં સમય પહેલાં જ મોહિત રૈનાના લગ્ન તૂટ્યા હોવાની અફવા ઉડી હતી. આ અંગે મોહિતે કહ્યું હતું કે આ બધું ખોટું છે. તેમની વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. તેમણે લગ્નની ફર્સ્ટ વેડિંગ હિમાચલ પ્રદેશમાં સેલિબ્રેટ કરી હતી.
'મોહિત બચાઓ' કેમ્પેઇન વિરુદ્ધ ફરિયાદ કરી હતી
2021માં મોહિતે તેલુગુ એક્ટ્રેસ સારા શર્મા વિરુદ્ધ ક્રિમિનલ કોન્સપરન્સી, ધમકાવવાના તથા ખંડણી માગવા અંગે પોલીસ ફરિયાદ કરી હતી. સારા શર્માએ સો.મીડિયામાં દાવો કર્યો હતો કે મોહિતનું જીવન જોખમમાં છે. આ સાથે જ એક્ટ્રેસે 'મોહિત બચાઓ' નામથી કેમ્પેઇન શરૂ કર્યું હતું.
મોહિત રૈનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
મોહિતે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં મેજર કરણ કશ્યપનો રોલ પ્લે કર્યો હતો. 2021માં મોહિતે સની કૌશલ ને રાધિકા મદન સાથે ફિલ્મ 'શિદ્દત'માં કામ કર્યું હતું. હાલમાં મોહિત વેબ સિરીઝ 'મુંબઈ ડાયરીઝઃ 26/11'માં જોવા મળ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.