ટીવીના મહાદેવની ચોખવટ:મોહિત રૈનાએ સારા શર્માની મોતની ધમકીવાળી થિયરી નકારી, કહ્યું- હું એકદમ ફિટ એન્ડ ફાઈન

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

શું મોહિત રૈનાના જીવને જોખમ છે? શું તેને મારી નાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે? મોહિત રૈનાની શુભેચ્છક ગણાવતી સારા શર્માની માતાને ધમકી આપવામાં આવે છે? શું મોહિત રૈનાનું વ્હોટ્સએપ અન્ય કોઈ વ્યક્તિ ઓપરેટ કરે છે? સારા શર્મા સો.મીડિયામાં સેવ મોહિત રૈના અભિયાન ચલાવી રહી છે. આ બધા જ સવાલોના જવાબ શોધવા માટે દિવ્ય ભાસ્કરે જ્યારે મોહિત રૈનાનો સંપર્ક કર્યો ત્યારે તેણે એવું કહ્યું હતું કે તે એકદમ ફિટ એન્ડ ફાઈન છે. તેને કોઈ ધમકી મળી નથી. આ મામલો કોર્ટમાં છે. તેથી તે ધમકીવાળા કેસમાં વધુ બોલી શકે તેમ નથી.

મોહિતે વ્હોટ્સએપ મેસેજથી વોઈસ રેકોર્ડમાં કહ્યું હતું, 'હું મારી જાતને ઘણો જ નસીબદાર માનું છે. તમે તથા મારા ચાહકો મારા માટે ચિતિંત છે, પરંતુ હું એકદમ ઠીક છું. તબિયત સારી છે. આઈસોલેશનમાં છું. રિકવરી કરી રહ્યો છું. આ જ કારણે મને કોઈને મળવાની પરવાનગી નથી. હું પોસ્ટ રિકવરી સ્ટેજમાં છું. તમારા આ એફર્ટ તથા ચિતિંત થવા માટે થેક્યૂ સો મચ.'

મોહિતનું પ્રિસ્ક્રિપ્શન
મોહિતનું પ્રિસ્ક્રિપ્શન

મોહિતે સારવારનું પ્રિસ્ક્રિપ્શન શૅર કર્યું
મોહિત રૈનાએ મેદાંતા હોસ્પિટલનું પ્રિસ્ક્રિપ્શન દિવ્ય ભાસ્કરને શૅર કર્યું હતું, જેમાં 12 મેની તારીખ છે. ડૉક્ટર ઈલા પાંડેની સારવાર ચાલે છે. જોકે, ભાસ્કરે જ્યારે મેદાંતાની હેલ્પલાઈન પર ફોન કર્યો તો સ્ટાફે મોહિત રૈના નામનો કોઈ દર્દી ના હોવાની વાત કરી હતી. જોકે, મોહિતે એ જ હોસ્પિટલના ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન શૅર કર્યું છે.

સારા નામની યુવતી કેમ્પેઈન ચલાવે છે
આ પહેલાં સારા શર્મા નામની એક યુવતીએ દાવો કર્યો હતો કે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મોહિતનું મોત થઈ શકે છે. આ મહિલાએ સો.મીડિયામાં સેવ મોહિત રૈના નામનું અભિયાન ચલાવ્યું છે. પોસ્ટમાં દાવો કર્યો છે કે મોહિતે તેને જાતે જીવનું જોખમ હોવાની વાત કહી હતી. જોકે, જ્યારે ભાસ્કરે મોહિતના નિકટના મિત્રોને આ અંગે પૂછ્યું તો તેમણે આવી કોઈ વાત ના હોવાનું કહ્યું હતું.

કોરોના થયો હતો
મોહિતે 23 એપ્રિલના રોજ સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. મોહિતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્ટાર્સે જલ્દીથી ઠીક થઈ જવાની દુઆ કરી હતી. મોહિતને ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ'થી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તે મૌની રોય સાથે જોવા મળ્યો હતો.