એક્ટ્રેસે લગ્નના કડવા અનુભવો કહ્યાં:પૂનમ પાંડેએ કહ્યું, ચિક્કાર દારૂ પીને રાત્રે પતિ માર મારતો, આ કારણે બ્રેન હેમરેજ થયું હતું

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂનમ પાંડેએ શો 'લૉક અપ'માં લગ્નની કડવી વાતો શૅર કરી હતી

વિવાદાસ્પદ એક્ટ્રેસ પૂનમ પાંડે હાલમાં શો 'લૉક અપ'માં જોવા મળે છે. આ શોમાં તેણે પોતાના લગ્નના ડાર્ક સિક્રેટ્સ શૅર કર્યા હતા. પૂનમે પૂર્વ પતિ સેમ બોમ્બે તેની સાથે કેવો વ્યવહાર કરતો હતો તે અંગે વાત કરી હતી. પતિના મારને કારણે તે બ્રેન હેમરેજનો ભોગ બની હતી.

પૂનમે કહ્યું હતું કે સેમ ઘણો જ કંટ્રોલિંગ હતો. તે તેના જ ઘરના બીજા રૂમમાં એકલી રહેવા દેતો નહોતો. આટલું જ નહીં તે ઘરમાં ફોનનો ઉપયોગ પણ કરી શકતી નહોતી. જોકે, પૂનમે એમ પણ કહ્યું હતું કે તેણે સેમ બોમ્બેને પ્રેમ કર્યો હતો અને તેથી જ તે તેને ક્યારેય નફરત કરી શકે નહીં. હવે તેને સેમ બોમ્બે પસંદ નથી.

પૂનમે કહ્યું હતું કે તેનું ઘર ચાર માળનું છે. પ્રાઇવેટ ગાર્ડન છે, પ્રાઇવેટ ટેરેસ છે. તેની પાસે બધું છે. જો તે ઘરના એક રૂમમાં એકલી હોય તો તેને ત્યાં રહેવાની પરવાનગી નહોતી. સેમ તરત જ તેને સવાલ કરતો કે તે એકલી રૂમમાં શું કરે છે. સેમ ઘરમાં હંમેશાં તેની સાથે જ રહેતો. તેને એકલી ગાર્ડન કે ટેરેસ પર જવા દેતો નહોતો. તે તેના ડૉગી સાથે પણ રમી શકતી નહોતી.

ડૉગી સાથે રમે તો પણ માર પડતો
પૂનમ પાંડેએ વધુમાં કહ્યું હતું કે ડૉગી સાથે રમે તો પણ તેને માર પડતો હતો. આ જ કારણે તેને બ્રેન હેમરેજ થયું હતું. તેણે ચાર વર્ષ આ બધું સહન કર્યું છે. સેમે તેને માત્ર એક વાર માર માર્યો નથી. તેની બ્રેન ઇન્જરી હજી સુધી ઠીક થઈ નથી, કારણ કે સેમ તેને તે જ જગ્યાએ વારંવાર મારતો હતો.

પૂનમે જણાવ્યું હતું કે તે લોકોની સામે મેકઅપ, ગ્લોસ લગાવીને હસીને વાત કરી હતી. લોકોની સામે તે કૂલ બનવાનો પ્રયાસ કરતી. પાયલ રોહતગીએ સવાલ કર્યો હતો કે સેમ તેને ઇનસિક્યોરિટીને કારણે માર મારતો? જેના જવાબમાં પૂનમે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સવારના 10થી રાત સુધી દારૂ પીધા કરે અને રાત્રે તમને કોઈ બચાવનાર પણ ના હોય. સ્ટાફ પણ ડરને કારણે જતો રહેતો હતો.

એક વર્ષ લગ્ન ટક્યા
નોંધનીય છે કે પૂનમે સપ્ટેમ્બર, 2020માં પ્રોડ્યૂસર સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડાં મહિના બાદ જ પૂનમે સેમ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. નવેમ્બર, 2021માં પૂનમ હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને સેમની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

શોમાં કોણ કોણ છે?
શોમાં બે ટીમ પાડવામાં આવી છે. ઓરેન્જ ટીમમાં કરનવીર બોહરા, પાયલ રોહતગી, સિદ્ધાર્થ શર્મા, બબીતા ફોગટ, અંજલિ અરોરા, પૂનમ પાંડે, મુનવ્વર ફારુકી છે. બ્લૂ ટીમમાં તહસીન પૂનાવાલ, નિશા રાવલ, શિવમ શર્મા, સ્વામી ચક્રપાણિ, સારા ખાન તથા સાયશા શિંદે છે.

આ પાંચ સભ્યો નોમિનેટ થયા
'બિગ બોસ'ની જેમ જ સ્પર્ધકોને પહેલાં દિવસે બે લોકોને નૉમિનેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નૉમિનેશનની પ્રક્રિયા બાદ પાંચ સ્પર્ધકો નૉમિનિટ થયા છે, જેમાં મુનવ્વર, અંજલિ, સ્વામી ચક્રપાણિ, સિદ્ધાર્થ તથા શિવમ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...