મિસ યુનિવર્સ હરનાઝ સંધુ:'ધ કપિલ શર્મા'ની 'બુઆ' ઉપાસના સિંહ સાથે હરનાઝનું ખાસ કનેક્શન

મુંબઈ5 મહિનો પહેલા
  • મિસ યુનિવર્સ બન્યા પહેલાં જ હરનાઝ સિંધુએ 2 ફિલ્મ સાઇન કરી લીધી છે

હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીતી લીધું છે. 21 વર્ષ બાદ ભારતીય યુવતી આ ટાઇટલ જીતી છે. હરનાઝ તથા 'ધ કપિલ શર્મા' શોની બુઆ એટલે કે ઉપાસના સિંહ વચ્ચે ખાસ કનેક્શન છે. હાલમાં ઉપાસના મિસ યુનિવર્સ હરનાઝ સાથેના સંબંધો અંગે વાત કરી રહી છે. ઉપાસનાએ એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલ જતાં પહેલાં હરનાઝે તેને રાજમા-ચાવલ બનાવીને આપ્યા હતા.

મિસ યુનિવર્સ બન્યા પહેલાં જ 2 ફિલ્મમાં કામ કરી રહી છે
હરનાઝ મિસ યુનિવર્સ બની તે પહેલાં જ તેની પાસે 2 ફિલ્મ છે. આ બંને ફિલ્મ પંજાબી છે. ઉપાસના સિંહે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પોતાના દીકરા નાનકને પંજાબી ફિલ્મથી લૉન્ચ કરી રહી છે. આ ફિલ્મમાં હરનાઝ લીડ રોલમાં છે. ઉપાસનાએ હરનાઝ સાથેના બોન્ડિંગ અંગે વાત કરતાં કહ્યું હતું કે ઇઝરાયલ જતાં પહેલાં હરાનાઝ તેની સાથે જ રહેતી હતી. તેણે રાજમા-ચાવલ પણ બનાવ્યા હતા. આ દરમિયાન હરનાઝે તેને અનેકવાર કહ્યું હતું કે તે મિસ યુનિવર્સનો તાજ લઈને જ આવશે. અંતે તેણે આ વાત સાબિત પણ કરી દીધી. તેને એ વાતની ખુશી છે કે જેણે દેશનું નામ રોશન કર્યું, તે તેની ફિલ્મમાં કામ કરે છે.

હાલમાં જ વાત થઈ
ઉપાસનાએ વધુમાં કહ્યું હતું કે હરનાઝ તેને ગોડ મધર કહે છે. તાજ જીત્યા બાદ હરનાઝનો ફોન આવ્યો હતો અને તેણે ખુશીથી વાત કરતાં કહ્યું હતું કે તેણે પોતાનું વચન પૂરું કર્યું. ફોન પર તે ઘણી જ ખુશ હતી. તે પણ ઘણી જ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખના આંસુ રોકાતા જ નહોતા. તેને એમ લાગ્યું કે તેના સંતાનોએ કંઈક કરીને બતાવ્યું છે. તે જ્યારે પણ મુંબઈ આવતી તો તેના જ ઘરે રોકાતી હતી. મિસ ઇન્ડિયા બાદ હરનાઝની ટ્રેનિંગ શરૂ થઈ તો તેના પાંચ દિવસ પહેલાં પણ તેની પાસે જ રહેતી હતી. હરનાઝ જ્યારે મુંબઈ આવશે, ત્યારે તેના ઘરે પહેલાં આવશે.

એક્ટિંગ ટ્રેનિંગ આપી
ઉપાસનાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે તેણે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. તેની પહેલી ફિલ્મ 'બાઇજી કુટ્ટન દે' છે. આ ફિલ્મથી તેનો દીકરો નાનક એક્ટિંગ ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મની એક્ટ્રેસની શોધમાં ચંદીગઢ ગઈ હતી. અહીંયા ઓડિશન દરમિયાન હરનાઝને પહેલી જ વાર જોઈ હતી. તે તેની મમ્મી સાથે આવી હતી. તેને પહેલી જ નજરમાં હરનાઝ ગમી ગઈ હતી. તે સમયે હરનાઝ એકદમ નવી હતી. તેણે નાનક તથા હરનાઝ બંનેને એક્ટિંગ શીખવી હતી. તે સમયે તેને કલ્પના પણ નહોતી કે તેણે જે યુવતીને સિલેક્ટ કરી છે, તે આજે દેશને મિસ યુનિવર્સનો તાજ અપાવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આવતા વર્ષે 27 મેએ રિલીઝ થશે.

સમયની પાબંદ છે
ઉપસાનાએ કહ્યું હતું કે હરનાઝ ઘણી જ મહેનતી યુવતી છે. તેણે બીજી ફિલ્મ 'યારા દિયાં પૌં બારહ'માં પણ હરનાઝને જ લીડ એક્ટ્રેસ તરીકે લીધી છે. તેની લર્નિંગ સ્કિલ કમાલની છે. તે સમયની કિંમત સમજે છે અને હંમેશાં સેટ પર સમયસર આવી જતી હતી. થોડાં સમય પહેલાં જ્યારે તેઓ ગોલ્ડન ટેમ્પલ ગયાં હતાં ત્યારે હરનાઝ રડવા લાગી હતી. તેમની ફિલ્મનો ડાયલોગ 'ચક દે ફટ્ટે...' છે અને તાજ જીત્યા બાદ હરનાઝ આ સંવાદ બોલી હતી.

અન્ય સમાચારો પણ છે...