તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ડિયન આઈડલ 12:જજ મનોજ મુંતશિરે શોનો બચાવ કરતા કહ્યું, ‘અમિત કુમારે શો માટે પહેલાં રૂપિયા લઈ લીધા અને પછી તેના વિશે ખરાબ બોલે છે’

14 દિવસ પહેલા
કિશોર કુમાર ટ્રિબ્યૂટ એપિસોડ આવ્યા પછી શો અનેક વિવાદોમાં ફસાયેલો છે
  • અમિત કુમારે કહ્યું હતું, મને કહેવામાં આવ્યું કે અહીંયાના તમામ સ્પર્ધકોના વખાણ જ કરવાના છે
  • સિંગર સુનિધિ ચૌહાણે પણ ઈન્ડિયન આઈડલમાં જજ પદ છોડવા પાછળનું કારણ જણાવ્યું

‘ઈન્ડિયન આઈડલ 12’માં કિશોર કુમાર ટ્રિબ્યૂટ એપિસોડ આવ્યા પછી શોનાં એક પછી એક વિવાદ ચાલુ છે. કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં તેમનો દીકરો અમિત કુમાર આવ્યો હતો. શોનાં શૂટિંગ પછી તેણે પોલ ખોલતા કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે અહીંયાના તમામ સ્પર્ધકોના વખાણ જ કરવાના છે. અમિત કુમારની આ વાત પછી અનેક નવા વિવાદ શરુ થઈ ગયા છે. અમિત કુમાર પછી હવે સિંગર સુનિધિ ચૌહાણે પણ ઈન્ડિયન આઈડલમાં જજ પદ છોડવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, મને શોનાં મેકર્સે સ્પર્ધકોનાં વખાણ કરવા કહ્યું હતું. આ મને યોગ્ય ના લાગ્યું.

ઈન્ડિયન આઈડલ 12માં જજ ગીતકાર મનોજ મુંતશિરે શોનો પક્ષ લીધો છે. તેણે અમિત કુમારનાં આરોપોને જવાબ આપતા કહ્યું, શો માટે રૂપિયા લઈ લીધા અને પછી હવે શો વિશે ખરાબ બોલે છે. મનોજે ન્યૂઝ એજન્સી Eટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જો આવું કઈ હોત તો અમિત કુમારે શોમાં આવવા માટે તૈયાર જ ના થવું જોઈએ. શોમાં આવવા માટે પહેલાં રૂપિયા લઇ લીધા અને પછી તેના વિશે ખરાબ બોલવાનું શરુ કર્યું. જો હું અમિત કુમારની જગ્યાએ હોત અને મને શોના ફોર્મેટથી વાંધો હોત તો મેકર્સને ડાયરેક્ટ કહી દેત કે હું શોમાં નહીં આવું.

મનોજે શોના જજનો બચાવ કર્યો
ઈન્ડિયન આઈડલ 12ના જજ હિમેશ રેશમિયા અને નેહાને શોમાં કિશોર કુમારના સોંગ ગાવા માટે ક્રિટિસાઈઝ કર્યા હતા. મનોજે તેમનો બચાવ કરતા કહ્યું, હું મારા બાથરૂમ કે પછી મારા મિત્રો સાથે કિશોર કુમારનાં સોંગ ગાતો હોવું તો મને કોઈ ના કહી શકે કે હું તેમના જેવા ગાતો નથી. મને ખબર છે ઓરિજીનલ જેવા કોઈ ના ગાઈ શકે, ના ગાઈ શકશે. નેહા અને હિમેશે કિશોર કુમારને ટ્રિબ્યૂટ આપવા સોંગ ગાયા હતા અને તેમાં કઈ ખોટું નહોતું.

સુનિધિ ચૌહાણે કેમ શો છોડ્યો હતો?
ઈન્ડિયન આઈડલ 12ના વિવાદો ચાલુ છે ત્યારે સિંગર સુનિધિ ચૌહાણે પણ એક ખુલાસો કર્યો છે. સિંગર પાંચમી અને છઠ્ઠી સીઝનમાં જજ હતી. સુનિધિએ કહ્યું, મને મેકર્સે દરેક સ્પર્ધકોના વખાણ કરવાનું કહ્યું હતું. તે લોકોને જે જોઈતું હતું તે મારે કરવું નહોતું. આથી આજની તારીખમાં પણ હું કોઈ રિયાલીટી શોમાં જજ નથી.

શોનાં પ્રથમ વિજેતા અભિજીત સાવંતે કહ્યું, ‘મેકર્સનું ફોકસ ટેલેન્ટ કરતાં કોણ બૂટ પોલિશ કરે છે, તેમાં વધારે હોય છે’
અભિજીતે આજતક સાથે થયેલી વાતચીતમાં અભિજીતે કહ્યું હતું, હાલ મેકર્સ કન્ટેસ્ટન્ટના ટેલેન્ટને બદલે કોણ બૂટ પોલિશ કરે છે? કોણ વધારે ગરીબ છે? આ બધી વાતમાં વધારે રસ લે છે.
તમારે રીજનલ રિયાલીટી શો જોવા જોઈએ, ત્યાં દર્શકો તેમના ફેવરિટ કન્ટેસ્ટન્ટના બેકગ્રાઉન્ડ વિશે કઈ જાણતા નથી. તેમનું ફોકસ માત્ર સિંગિંગ પર જ હોય છે, પરંતુ હિન્દી શો કન્ટેસ્ટન્ટની ટ્રેજિક અને દુખદ સ્ટોરીઓ દેખાડે છે. ફોકસ માત્ર તેના પર જ હોય છે. આ જે પણ થઈ રહ્યું છે તેના માટે માત્ર મેકર્સ જ નહીં પણ ઓડિયન્સ પણ એટલી જ જવાબદાર છે, તેઓ પણ આવા ડ્રામા એન્જોય કરે છે.

કિશોર કુમારના દીકરાએ રિયાલીટી શોની પોલ ખોલી હતી
'ઈન્ડિયન આઇડલ 12'માં વીકેન્ડ એપિસોડમાં કિશોર કુમારનો દીકરો અમિત કુમાર આવ્યો હતો. શોના તમામ સ્પર્ધકોએ કિશોર કુમારના ગીતો ગાયા હતા. શો જોયા બાદ સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે સ્પર્ધકોએ કિશોર કુમારના ગીતોને વ્યવસ્થિત રીતે ગાયા નહોતા. આ અંગે અમિત કુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આખરે પડદાં પાછળ શું ખેલ રમાયો હતો.

હોસ્ટ આદિત્ય નારાયણ, સ્પર્ધક પવનદીપ તથા અમિત કુમાર
હોસ્ટ આદિત્ય નારાયણ, સ્પર્ધક પવનદીપ તથા અમિત કુમાર

અમિતે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે દર્શકો તે એપિસોડ અંગે ઘણાં જ ગુસ્સામાં છે. સાચી વાત એ છે કે કોઈ પણ કિશોર કુમાર જેવું ગાઈ શકે નહીં. મેં તે જ કર્યું, જે મને કહેવામાં આવ્યું હતું. મને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે મારે બધાના વખાણ જ કરવાના છે. આ સાથે જ એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ ગમે તેવું ગાય, પરંતુ તમારે તેને પ્રોત્સાહન જ આપવાનું છે. કારણ કે આ કિશોરદાને ટ્રિબ્યૂટ છે. મને લાગ્યું કે મારા પિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, પરંતુ ત્યાં ગયો તો મને જે કહેવામાં આવ્યું તે જ મેં કર્યું હતું.

મેં જેટલા પૈસા માગ્યા, મેકર્સે મને આપ્યા
અમિતે આગળ કહ્યું હતું, 'જુઓ, દરેકને પૈસાની જરૂર હોય છે. મારા પિતા પણ પૈસાની બાબતમાં એકદમ ચોક્કસ હતા. મેં જેટલા પૈસાની ડિમાન્ડ કરી, મેકર્સે મને એટલા પૈસા આપી દીધા હતા. હા પણ એક વાત હું જરૂરથી કહેવા માગીશ કે જો આગામી વખતે તે કિશોર કુમાર જેવા લિજેન્ડને ટ્રિબ્યૂટ આપે છે તો તેમણે આવું કરવું જોઈએ નહીં. મેં જાતે તે એપિસોડ એન્જોય કર્યો નહોતો.'

અન્ય સમાચારો પણ છે...