તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનો દાવો:સિરિયલ 'પ્રતિજ્ઞા' ફૅમ અલિકા શેખે કહ્યું, 'એકતા કપૂરના સેટ પર ભેદભાવ થતો અને રહેવા માટે ગંદો રૂમ આપતા, 3 મહિના પછી ફી મળતી'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલિકા શેખે સેટ પર થતાં ભેદભાવને કારણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી

રાજન શાહીની ટીવી સિરિયલ 'પ્રતિજ્ઞા 2'માં પણ સિઝન વનની પૂરી સ્ટાર-કાસ્ટ છે. શોમાં પ્રતિજ્ઞાની જેઠાણી ગેહનાનો રોલ અલિકા શેખ ભજવી રહી છે. આ શોમાં કામ કરતા પહેલા અલિકાએ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે ત્રણ વર્ષ સુધી એક પણ શોમાં જોવા મળી નહોતી. જોકે, 'પ્રતિજ્ઞા 2'ની ઓફર મળી તો તે ના પાડી શકી નહીં.

શા માટે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ?
ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં અલિકાએ કહ્યું હતું કે તે એકતા કપૂરની સિરિયલ 'પરદેસ મેં હૈ મેરા દિલ'માં કામ કરતી હતી. આ દરમિયાન સેટ પર તેની સાથે જે રીતનો વ્યવહાર કરવામાં આવ્યો તે જોઈને તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો હતો.

સ્પોટ બોય પણ પોતાને પ્રોડ્યૂસર માનતો
અલિકાના મતે સિરિયલના સેટ પર સ્પોટદાદા પણ પોતાને પ્રોડ્યૂસર માને અને એ રીતનો પાવર કરતો હતો. આ બધી વાતની એકતા કપૂરને ખબર નહોતી કે સેટ પર કોની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે. લીડ એક્ટર્સને મોટી વેનિટી વેન આપવામાં આવતી, જ્યારે કેરેક્ટર આર્ટિસ્ટને એક નાનકડો ગંદો રૂમ આપવામાં આવ્યો હતો.

વધુમાં અલિકાએ કહ્યું હતું કે તેને આ જોઈને લાગતું કેમ આવું કરવામાં આવે છે. લીડ એક્ટર્સ સાથે સારું વર્તન અને કેરેક્ટર આર્ટિસ્ટ સાથે આવો વ્યવહાર. કામ તો તેઓ પણ કરે છે.

પૈસા પણ સમય પર નહોતા મળતા
આટલું જ નહીં અલિકાએ દાવો કર્યો હતો કે ત્રણ મહિના પછી કામના પૈસા મળતા. જ્યાં સુધી પૈસા ના મળે ત્યાં સુધી તેઓ પોતાના પૈસે સર્વાઈવ કરતા. તેઓ સિરિયલમાં બેસ્ટ આપવાનો પ્રયાસ કરતા, સમય પર આવતા, મેકઅપ કરીને શોટ માટે તૈયાર રહેતા, જે લીડ એક્ટર્સ કરતાં, તે તમામ બાબતો કેરેક્ટર આર્ટિસ્ટ કરતાં હોવા છતાંય તેમની સાથે કેમ આવો ભેદભાવ?

હર્ટ થઈ અને ડેલી સોપ ના કરવાનો નિર્ણય લીધો
અલિકાએ આગળ કહ્યું હતું કે આ શોએ તેને ઘણી જ હર્ટ કરી હતી. આથી જ તેણે નક્કી કર્યું કે હવે તે ડેલીસોપમાં કામ કરશે નહીં. આથી જ તેણે પોતાની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. આ દરમિયાન તેને 'પ્રતિજ્ઞા 2'ની ઓફર મળી હતી. અહીંયા તેને ભલે વધારે સીન્સ ના મળે, પરંતુ સેટ પર તમામની સાથે એક જેવો વ્યવહાર કરવામાં આવે છે.

'મન કી આવાઝ પ્રતિજ્ઞામાં કામ કર્યા બાદ ડિપ્રેશનમાં સરી પડી હતી
મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી અલિકાએ પોતાની કરિયરની શરૂઆત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર તરીકે કરી હતી. ત્યારબાદ તેણે એક્ટિંગ ફિલ્ડમાં કામ કર્યું હતું. 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં કામ કર્યા બાદ તેને લાગ્યું કે તેને સારા રોલ મળશે. જોકે, તેને સારા રોલ મળ્યા નહીં. વધુમાં તેના અંગત જીવનમાં પણ સમસ્યા સર્જાઈ હતી. આ બધાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જોકે, મિત્રોની મદદથી તે ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવી હતી.

25 દિવસ ગુજરાતમાં શૂટિંગ કર્યું
મહારાષ્ટ્રમાં જ્યારે લૉકડાઉન કરવામાં આવ્યું ત્યારે ઘણાં સિરિયલ મેકર્સ મહારાષ્ટ્ર બહાર અન્ય રાજ્યમાં શૂટિંગ કરવા માટે ગયા હતા. 'પ્રતિજ્ઞા 2'ની સ્ટાર કાસ્ટે ગુજરાતના સિલવાસામાં 25 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. હાલમાં ટીમ મુંબઈ પરત આવી ગઈ છે.