રિપ્લેસ:'સુપર ડાન્સર'માં શિલ્પા શેટ્ટીને બદલે મલાઈકા અરોરા જોવા મળશે

7 મહિનો પહેલા

કોરોનાવાઈરસના કારણે દેશના કેટલાંક રાજ્યોમાં કર્ફ્યૂ અને લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્રનું નામ પણ સામેલ છે. કર્ફ્યૂ બાદથી અહીંયા ફિલ્મ અને ટીવી સિરિયલ્સની શૂટિંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે મેકર્સ મુંબઈની બાહર જઈ શૂટિંગ કરવા મજબૂર થયા છે.

મુંબઈની બાહર શૂટિંગ કરવાના કારણે મેકર્સ શોમાં ઘણાં ફેરબદલ પણ કરી રહ્યા છે, જેમ કે સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12' હાલમાં દમણમાં શૂટ કરવામાં આવી રહ્યું છે અને દમણ જવા માટે નેહા કક્કડ, વિશાલ દદલાણી અને હિમેશ રેશમિયાએ ના પાડતા મેકર્સે અનુ મલિક અને મનોજ મુંતશિરને જજ તરીકે રિપ્લેસ કર્યા છે. તો હવે સમાચાર આવી રહ્યા છે કે ડાન્સિંગ રિયાલિટી શો 'સુપર ડાન્સર'નું શૂટિંગ પણ ગત સપ્તાહથી દમણમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન જ શિલ્પા શેટ્ટીએ શોથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, શિલ્પાના બ્રેક લેવા પાછળનું કારણ પર્સનલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સૂત્રોના મતે, શિલ્પાને શોમાં આવવામાં સમય લાગશે ત્યાં સુધી મલાઈકા અરોરા શોને જજ કરશે. પ્રોડ્યુસર રંજીત ઠાકુરે જણાવ્યું હતું, 'શિલ્પા કેટલાક એપિસોડ્સ જજ નહીં કરી શકે એટલે તેમની જગ્યાએ મલાઈકા અરોરાને લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મલાઈકાના આવ્યા બાદ આગામી એપિસોડ્સમાં કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ તેમને જોઈન કરશે'. દમણમાં શૂટિંગને લઈ રંજીતે કહ્યું, 'આખી ટીમ અહીંયા છે અને તમામના રેગ્યુલર ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. અમે તમામ સાવચેતી રાખી રહ્યા છે. અહીંયા સુધી કે, જે જજ મુંબઈથી દમણ માટે ટ્રાવેલ કરી રહ્યા છે તેમના પણ શૂટિંગ પહેલા ટેસ્ટ કરવામાં આવે છે'

અન્ય સમાચારો પણ છે...