તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉન ડાયરી:'મેડમ સર' ફૅમ ગુલ્કી જોષી પણ કોરોના પોઝિટિવ હતી, કહ્યું- મેં સાવચેતી રાખી છતાં મને ચેપ લાગ્યો

મુંબઈ2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

ગયા વર્ષે ટીવી સિરિયલ 'મેડમ સર'ની લીડ એક્ટ્રેસ ગુલ્કી જોષી કોરોના પોઝિટિવ આવી હતી. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેણે કહ્યું હતું કે તે કેવી રીતે કોરોના સામે લડી હતી. તેણે લૉકડાઉન સાથે જોડાયેલી ખાસ યાદો પણ શૅર કરી હતી.

શરૂઆતના 6-7 દિવસ તો કંઈ ખબર જ પડતી નહોતી
કોરોનાનો ચેપ લાગ્યો તે પહેલાં હું સતત શૂટિંગ કરતી હતી. બહુ જ થાક લાગ્યો હતો. આ જ કારણે કોરોના દરમિયાન મને ઘણી જ નબળાઈ લાગતી હતી. શરૂઆતના છ-સાત દિવસ તો કંઈ જ ખબર પડતી નહોતી. સવાર ઊઠતી, જમતી, દવા લેતી અને પછી સૂઈ જતી. તે સમયે ફોન પર કોઈની સાથે વાત કરવાની પણ તાકાત નહોતી. ધીમે ધીમે રિકવર થઈ હતી. 17-18 દિવસ બાદ કામ પર પરત ફરી હતી. ભોજનનો સ્વાદ બે મહિના બાદ આવ્યો હતો.

લૉકડાઉનને સમજવામાં ઘણો સમય લાગ્યો હતો
અમે માત્ર એક મહિનાનું શૂટિંગ કર્યું હતું અને લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઘણો સમય લાગ્યો કે લૉકડાઉન જેવું કંઈક છે. તમારે તમારા ઘરમાં રહેવાનું છે. પૂરો દેશ બંધ છે. આ સાથે જ કોરોના અંગેના સમાચાર આવતા હતા. ખબર નહોતી પડતી કે કયા સમાચાર પર વિશ્વાસ કરીએ અને શેના પર વિશ્વાસ ના કરીએ. થોડાં સમય બાદ હું નોર્મલ થઈ હતી. મેં મારા ફ્રી ટાઈમમાં ભોજન બનાવ્યું, પુસ્તકો વાંચ્યા અને પુષ્કળ ફિલ્મ જોઈ. આ સાથે જ વીડિયો કોલ પર મિત્રો સાથે વાત કરી. પરિવાર સાથે પણ સમય પસાર કર્યો.

સાવચેતી રાખી છતાં કોરોના થયો
કોરોનાનો ડર આપણાં તમામના જીવનનો હિસ્સો બની ગયો છે. ગયા વર્ષે આપણે સવાચેતી અંગે સાંભળતા હતા અને તેનું પાલન કરવું જરૂરી હતી. મેં ઘણી જ સાવચેતી રાખી હતી, તેમ છતાંય હું કોરોનાનો ભોગ બની. સેટ પર અન્ય કેટલાંક લોકો પણ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ મારી હાલત સૌથી ખરાબ હતી. આવી પરિસ્થિતિમાં આપણે જ આપણું ધ્યાન સારી રીતે રાખવાનું છે.

મને હવે બાળકો ગમવા લાગ્યા છે
લૉકડાઉનમાં મારામાં એક ફેરફાર આવ્યો છે. મને બાળકો પહેલાં પસંદ નહોતા. જોકે, મારા શોને ચાહકો બાળકો પણ છે. હવે હું બાળકોની ફૅન થઈ ગઈ છું. મને બાળકો પસંદ આવવા લાગ્યા છે.

હું સારી બેકર બની ગઈ છું
કુકિંગ તો હું પહેલાં પણ કરતી હતી. લૉકડાઉનમાં હું ઘણી જ સારી બેકર બની ગઈ છું. બ્રેડ, મફિન્સ, કપ કેપ બહુ બનાવી છે. હવે હું મારી કુકિંગ અંગે ઘણી કોન્ફિડન્ટ છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો