તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ડાયરી:‘મેડમ સર’ની એક્ટ્રેસ ગુલ્કી જોષી કોરોનાની ઝપેટમાં આવી હતી, કહ્યું, ‘તે સમયે કોઈની સાથે ફોન પર વાત કરવાની તાકાત પણ નહોતી’

2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • એક્ટ્રેસને રિકવર થવામાં 2 મહિનાનો સમય લાગ્યો
  • લોકડાઉનમાં બાળકો ગમવા લાગ્યાં અને પરિવાર સાથે વધારે સમય પસાર કર્યો

ગયા વર્ષે ટીવી સીરિયલ ‘મેડમ સર’ની લીડ એક્ટ્રેસ ગુલ્કી જોષી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાતચીત દરમિયાન એક્ટ્રેસ પોતે સંક્રમણ સામે કેવી રીતે લડી? તે વિશે જણાવ્યું. સંક્રમણ થયા પછી ગુલ્કી કોઈ સાથે ફોન પર વાત કરી શકે તેટલી તાકાત પણ ધરાવતી નહોતી. તેને રિકવર થવામાં આશરે 2 મહિનાનો સમય લાગ્યો. ગુલ્કીની લોકડાઉન સ્ટોરી તેના જ શબ્દોમાં સાંભળીએ...

‘શરુઆતના 6-7 દિવસ સુધી કઈ સમજાયું નહીં’
કોરોના સંક્રમિત થયા પહેલાં સતત શૂટિંગ ચાલુ હતું. ઘણી થાકી ગઈ હતી. તે દિવસોમાં ક્યાંક ને ક્યાંક કોરોનાને લીધે નબળાઈ લગતી હતી. શરુઆતના 6-7 દિવસ તો કંઈ સમજાયું નહીં. હું સવારે ઊઠતી, ભોજન કરતી, દવા લેતી અને પછી ઊંઘી જતી. તે સમય કોઈ સાથે ફોન પર વાતચીત કરવાની પણ તાકાત નહોતી. ધીમે-ધીમે રિકવર થવા લાગી. આશરે 17-18 દિવસ પછી હું ફરીથી કામ કરવા લાગી. ભોજનનો ટેસ્ટ મને 2 મહિના પછી આવ્યો.

‘લોકડાઉન સમજવામાં ઘણો સમય લાગ્યો’
અમે માત્ર એક મહિનો જ શૂટ કર્યું હતું એ પછી લોકડાઉન જાહેર થઈ ગયું. લોકડાઉન જેવું કંઈક હોય છે તે સમજવામાં ઘણો સમય લાગ્યો. તમારે ઘરે રહેવાનું છે અને આખો દેશ બંધ છે. સાથે જ કોરોના ન્યૂઝ આવતા રહેતા હતા. ખબર નહોતી પડતી શું સાચું છે અને શું ખોટું? થોડા સમય પછી હું નોર્મલ થઈ ગઈ. મેં ફ્રી ટાઈમનો સદુપયોગ કરવાનો શરુ કર્યો. કુકિંગ કર્યું, બુક્સ વાંચી અને ઘણી ફિલ્મ્સ જોઈ. વીડિયો કોલથી મિત્રો સાથે કનેક્ટ થઈ. જે મિત્રોને હું વર્ષમાં એક વાર મળતી હતી તેમની સાથે રોજ વીડિયો કોલમાં વાત થવા લાગી અને હવે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો.

‘સાવધાની છતાં કોવિડની ઝપેટમાં આવી’
કોરોનાનો ડર આપણા બધાની જિંદગીનો એક ભાગ બની ગયો છે. છેલ્લા એક વર્ષથી આપણે સાવધાની વિશે સાંભળી રહ્યા છીએ. તેનું પાલન કરવું પણ જરૂરી છે. મેં સાવધાની રાખી હતી, તેમ છતાં સંક્રમિત થઈ. સેટ પર અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ થયા હતા પરંતુ મારી હાલત સૌથી ખરાબ હતી. આ સ્થિતિમાં આપણે પોતાનું સૌથી વધારે ધ્યાન રાખવું પડશે.

‘હવે મને બાળકો બહુ ગમે છે’
લોકડાઉનમાં મેં મારામાં એક ચેન્જ નોટિસ કર્યો. મને પહેલાં બાળકો જરાય ગમતા નહોતાં, પરંતુ નસીબમાં મારા અને બાળકો વચ્ચે અંતર ઓછુ થવાનું લખેલું હશે. ઘણાં બધાં બાળકો મારા શોના ફેન છે. તેમને જોઇને હું હવે બાળકોની ફેન થઈ ગઈ છું. મને બાળકો ગમવા લાગ્યાં છે.

‘હું સારી બેકર બની ગઈ છું’
કુકિંગ તો હું પહેલેથી કરતી હતી પરંતુ હવે સારી બેકર બની ગઈ છું. બ્રેડ, મફિન્સ, કપ કેક્સ આ બધું જાતે બનાવ્યું. હવે હું મારા કુકિંગને લઈને ઘણી કોન્ફિડન્ટ છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો