તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચામાં મુકેશ ખન્ના:'મહાભારત'માં દુર્યોધનનું પાત્ર રિજેક્ટ કર્યા બાદ ભીષ્મ બન્યા હતા, 10-15 ફિલ્મ ના ચાલી તો ફિલ્મી કરિયર થઈ ગઈ ફ્લોપ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

1988ના લોકપ્રિય પૌરાણિક શો 'મહાભારત'માં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવીને મુકેશ ખન્ના લોકપ્રિય થયા હતા. હાલમાં જ મુકેશ ખન્નાનું અવસાન થયું હોવાની વાત વાઈરલ થઈ હતી. જોકે, મુકેશ ખન્નાએ આ તમામ વાતોને અફવા ગણાવીને કહ્યું હતું કે તે એકદમ ઠીક છે. મુકેશ ખન્નાને આજે પણ લોકો ભીષ્મ તથા શક્તિમાનના પાત્ર તરીકે યાદ કરે છે. જ્યારે મુકેશ ખન્નાએ ભીષ્મનો રોલ પ્લે કર્યો ત્યારે તેમની ઉંમર 30 વર્ષની હતી. બી આર ચોપરાએ તેમને પહેલી વારમાં ભીષ્મનો રોલ ઑફર કર્યો નહોતો અને મુકેશ ખન્નાએ જાતે તે રોલ માગ્યો પણ નહોતો.

દુર્યોધનનો રોલ રિજેક્ટ કર્યો હતો
કાસ્ટિંગ ડિરેક્ટર ગૂફી પેન્ટલે મુકેશને તેમની સારી ઊંચાઈ હોવાને કારણે દુર્યોધનની ભૂમિકા ઑફર કી હતી. જોકે, મુકેશ ખન્નાએ આ રોલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તે નેગેટિવ રોલ કરવા માગતા નથી. ત્યારબાદ શોના કો-ડિરેક્ટર રવિ ચોપરાએ દ્રોણાચાર્યનો રોલ ઑફર કર્યો હતો. મુકેશ ખન્નાએ ઓડિશન પણ આપ્યું હતું. જોકે, તેમને અર્જુન કે કર્ણનો રોલ કરવો હતો.

બી આર ચોપરાએ 'મહાભારત'ના મેકિંગ વીડિયોમાં કહ્યું હતું કે તેમણે મુકેશને દ્રોણાચાર્યના રોલમાં લીધા હતા, પરંતુ પછી તેમનું મન બદલાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું, 'મેં મુકેશને કહ્યું હતું કે મેકઅપ રૂમમાં જા અને ભીષ્મ બનીને આવ. જ્યારે તે આવ્યો તો મને નવાઈ લાગી. તેને જોયો, તેનો લુક ટેસ્ટ લીધો અને પછી લાગ્યું કે આ તો બહુ જ સરસ છે. મેં તેને તરત જ ભીષ્મના પાત્રમાં લઈ લીધો.'

ભાઈને કારણે એક્ટિંગની દુનિયામાં આવ્યા
મુકેશ ખન્નાએ મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તે એન્જિનિયર બનવા માગતા હતા. જોકે, પછી તેમણે LLBમાં એડમિશન લીધુ. કહેવાય છે કે મુકેશ ખન્ના ભાઈ તેમને ફિલ્મ તથા ટીવી લાઈનમાં લઈને આવ્યા. તેમને પહેલો બ્રેક થિયેટર ડિરેક્ટર નરિંદર બેદીએ ફિલ્મ 'ખૂની'માં આપ્યો હતો. જોકે, આ ક્યારેય રિલીઝ થઈ નહીં. ફિલ્મ પૂરી થાય તે પહેલાં જ બેદીનું અવસાન થયું હતું. મુકેશ ખન્ના ભીષ્મ બાદ ટીવી સિરિયલ 'શક્તિમાન'માં શક્તિમાનનો રોલ કરીને લોકપ્રિય થયા હતા.

ફ્લોપ સાબિત થયું ફિલ્મી કરિયર
મુકેશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 80ના દાયકામાં તેમણે 10-15 ફિલ્મ સાઈન કરી હતી, જે બોક્સ ઓફિસ ડિઝાસ્ટર સાબિત થઈ હતી. હાલમાં તેઓ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. છેલ્લે તેઓ 2016માં ટીવી સિરિયલ 'વારિસ'માં જોવા મળ્યા હતા. ફેબ્રુઆરી 2018માં મુકેશ ખન્નાએ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી કાર્યકાળ પૂરો થાય તેના બે મહિના પહેલાં જ રાજીનામુ આપી દીધું હતું.