તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્ડ ચેન્જ કર્યું?:એક્ટિંગ છોડીને ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદેએ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરી દીધું, ડ્રિલિંગ મશીન સાથે મળી જોવા

મુંબઈ15 દિવસ પહેલા
  • શિલ્પા શિંદેએ વીડિયો શૅર કરીને કહ્યું, લૉકડાઉન થઈ ગયું તો હું કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આવી ગઈ
  • શિલ્પા શિંદે કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રિલિંગ મશીન સાથે જોવા મળી

ટીવી એક્ટ્રેસ તથા 'બિગ બોસ 11' વિનર શિલ્પા શિંદેએ હાલમાં જ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા શિંદે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી જોવા મળી હતી. શિલ્પાએ આ વીડિયો ચાહકો તથા ફોલોઅર્સને મુશ્કેલ સમયમાં જ પોઝિટિવ રહેવું જોઈએ તે મેસેજ આપવા માટે પોસ્ટ કર્યો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં શિલ્પા શિંદે કુર્તા તથા કેપ સાથે જોવા મળે છે. તેના હાથમાં ડ્રિલિંગ મશીન છે અને તે દીવાલ પાડવાનો પ્રયાસ કરે છે. શિલ્પાએ આ વીડિયો શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, 'લૉકડાઉન થઈ ગયું તો હું કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આવી ગઈ. જેની પાસે હાલમાં કોઈ કામ નથી, તે લોકો પોતાનું ફિલ્ડ બદલી શકે છે. સમય દરેક દુઃખની દવા છે. પોઝિટિવ રહો.'

યુઝર્સે કહ્યું, કોઈ કામ નાનું નથી
શિલ્પાનો આ વીડિયો જોયા બાદ ચાહકોને નવાઈ લાગી હતી. તેઓ એક્ટ્રેસની હિંમતના વખાણ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સે શિલ્પાને સુપરવુમન તો કેટલાંક ઓલરાઉન્ડર કહે છે. એક ચાહકે કમેન્ટ કરી હતી, 'તમે ઓલરાઉન્ડર છો. ભગવાનના આશીર્વાદ તમારી પર હંમેશાં રહે.' તો અન્ય એકે કમેન્ટમાં કહ્યું હતું, 'કોઈ કામ નાનું નથી હોતું.' તો અન્ય યુઝરે કહ્યું હતું, 'આ છે અસલી શિલ્પા શિંદે. એકદમ રિયલ. જેવી છે તેવી જ છે.'

છેલ્લે આ શોમાં જોવા મળી હતી
શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ગયા વર્ષે વેબ સિરીઝ 'પૌરષપુર'માં જોવા મળી હતી. આ પહેલાં તે સુનીલ ગ્રોવરના શો 'ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'માં જોવા મળી હતી. જોકે, આ શોમાં મેકર્સ સાથે વિવાદ થતાં તેણે થોડાંક જ અઠવાડિયામાં આ શો છોડી દીધો હતો.

1999માં કરિયર શરૂ કરી હતી
શિલ્પા શિંદેએ 1999થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. જોકે, શિલ્પાને ખરી ઓળખ 'ભાભી'થી મળી હતી. ત્યારબાદ શિલ્પા શિંદે 'કભી આયે ના જુદાઈ', 'સંજીવની', 'મિસ ઈન્ડિયા', 'મેહર કહાની હક ઔર હકીકત કી', 'રબ્બા ઈશ્ક ના હોવે', 'બેટિયાં અપના યા પરાયા ધન', 'હરી મિર્ચી લાલ મિર્ચી' તથા 'વારિસ'માં જોવા મળી હતી. 'ભાબીજી ઘર પર હૈ'માં અંગૂરીભાભીનો રોલ પ્લે કરીને શિલ્પા ઘેર-ઘેર જાણીતી બની હતી. જોકે, સિરિયલના મેકર્સ સાથે વિવાદ શિલ્પાએ આ શો છોડી દીધો હતો. 2017માં શિલ્પાએ 'પટેલ કી પંજાબી શાદી'માં આઈટમ સોંગ કર્યું હતું.