રસપ્રદ વાતો / ‘રામાયણ’માં રામ-ભરત મિલાપના શૂટિંગ સમયે લક્ષ્મણના વાળને કારણે મુશ્કેલી સર્જાઈ હતી

X

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 05:39 PM IST

મુંબઈ. ‘રામાયણ’ના શૂટિંગની રસપ્રદ વાતો લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરી સોશિયલ મીડિયામાં રોજ શૅર કરે છે. હાલમાં જ સિરિયલમાં રામ-ભરત મિલાપની સીક્વન્સ ચાલે છે. સુનીલ લહરીએ આ સીન પાછળ જોડાયેલી વાત કહી હતી.

ઈમોશનલ સીન પણ સેટ પર કોમેડી થઈ હતી
સુનીલ લહરીએ કહ્યું હતું કે રામ-ભારત મિલાપ સીન સિરિયલમાં બહુ જ ઈમોશનલ લાગે છે પરંતુ આ સીનના શૂટિંગ દરમિયાન સેટ પર ઘણી જ કોમેડી થઈ હતી. ભરત (સંજય જોગી) ત્રણ માતાઓ, ભાઈ શત્રુધ્ન તથા અન્ય સાથીઓ સાથે જંગલમાં ભાઈ રામ (અરૂણ ગોવિલ)ને મળવા આવે છે. આ સીનની શરૂઆતમાં બહુ જ ભીડ હોવાથી સેટ પર આ માંડ માંડ મેનેજ કરવામાં આવ્યું હતું. રામને મળતા પહેલાં ભરત સૌ પ્રથમ નિશાદ રાજને મળે છે. આ સીનના શૂટિંગમાં નિશાદ રાજના હાથમાં ભાલો હોય છે અને તે ભાલાને એક બાજુ મૂકવાને બદલે પકડીને જ ભરતના ગળે મળે છે. આ સીનમાં ભરતને એમ લાગે છે કે ભાલો તેમની પર જ આવશે અને તે થોડાં ડરી જાય છે. જોકે, ભાલો તેમની પર પડતો નથી. જોકે, સિરિયલમાં ભરતના ડરના એક્સપ્રેશન જોવા મળે છે. 

View this post on Instagram

shooting Ke Piche Ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 21, 2020 at 12:37am PDT

લક્ષ્મણના વાળે મુશ્કેલી સર્જી
ભરત પોતાના સાથીઓ સાથે જંગલમાં રામ-લક્ષ્મણ તથા સીતામાતાને મળવા આવે છે. અહીંયા ભાઈઓ એકબીજાને ગળે મળે છે. લક્ષ્મણ તથા શત્રુધ્ન (સમીર રાજડા) એકબીજાને ગળે મળે છે અને પછી છૂટા પડે છે. છૂટા પડતી વખતે લક્ષ્મણના વાળ શત્રુધ્નની કાનની બુટ્ટીમાં ભરાઈ જાય છે. આવું બેથી ત્રણ વાર થાય છે. અંતે, ડિરેક્ટર રામાનંદ સાગરે શત્રુધ્નના એક કાનની બુટ્ટી જ કઢાવી નાખી અને સીન શૂટ કર્યો હતો. આ જ સીનમાં આગળ લક્ષ્મણ એક પછી એક માતાઓને પગે લાગે છે. જ્યારે તે એક માતાને પગે લાગીને બીજી માતાને પગે લાગવા જાય છે ત્યારે લક્ષ્મણના ખભા પાછળ રહેલાં ભાથાનું  એક તીર વશિષ્ઠ મુની (સુધીર દલવી)ની દાઢીમાં ફસાઈ જાય છે. આવું કેટલીક વાર થયું પણ પછી અંતે મેનેજ કરીને સીન શૂટ કરવામાં આવ્યો હતો. 

આ પહેલાં સુનીલ લહરીએ તસવીર શૅર કરી હતી
આ પહેલાં સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં એકદમ ગુસ્સાવાળી તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સુનીલ લહરીએ કહ્યું હતું કે મને ગુસ્સો ના અપાવો.

View this post on Instagram

Don't angry me😆😆😆

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 20, 2020 at 10:07pm PDT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી