ટીવીનો પોપ્યુલર શો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી એક વખત ફરીથી વાપસી કરી રહ્યો છે. હાલમાં જ એકતા કપૂરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શોનો પ્રોમો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, આ પ્રોમોની એક ઝલક જોઈને જૂની યાદો તાજા થઈ ગઈ. આજે પણ જ્યારે હું પાછળ વળીને જોઉં છું, ત્યારે મને આ શોને સૌથી પ્રિય બનાવનાર દરેક ક્ષણ યાદ આવે છે! તેવા જ પ્રેમ સાથે આ સફરમાં ફરી જોડાવ. 16 ફેબ્રુઆરીથી આ શોનું રિ-રન શરૂ થશે અને ફેન્સ આ શો દરરોજ સાંજે 5 વાગ્યે જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ક્યોકિં સાસ ભી કભી બહુ થીમાં તુલસી અને મિહીરની ભૂમિકા સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય હતા. જો કે, અમરે શો છોડ્યા બાદ તેના સ્થાને રોનિત રોયને મિહીરનો રોલ આપવામાં આવ્યો હતો. આ શોમાં મંદિરા બેદી, જયા ભટ્ટાચાર્ય, કેતકી દવે, અપરા મહેતા, કમલિકા ગુહા, અમન વર્મા, હિતેન તેજવાની, મૌની રોય અને સુમિત સચદેવ સહિત અન્ય કલાકારો પણ હતા.
એકતા કપૂરે વર્ષ 2000માં રિલીઝ કરેલી ટીવી સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ખબ જ લોકપ્રિય સાબિત થઈ હતી. તે લોકોના દિલમાં વસી ગઈ હતી. તુલસી અને મિહીરનું નામ પડતા જ આજે પણ તે સિરિયલનું નામ યાદ આવે છે.1800 એપિસોડ અને 8 વર્ષ સુધી આ સિરિયલ ચાલી હતી. ત્યારબાદ તે બંધ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.