ધ કપિલ શર્મા શો:કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથે શૂટિંગ કરવાની ના પાડી, કહ્યું- હું કોઈ ઈશ્યૂ ક્રિએટ કરવા માગતો નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણા અભિષેક તથા ગોવિંદા વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ઝઘડો ચાલે છે.

ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચેની ગેરસમજણ દૂર થવાનું નામ લેતી નથી. બંનેના ઝઘડાને ત્રણ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજી સુધી તેમની વચ્ચે મતભેદ છે. હાલમાં જ કૃષ્ણાએ 'ધ કપિલ શર્મા'ના અપકમિંગ એપિસોડનું શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. આ શોમાં ગોવિંદા તથા પત્ની સુનીતા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવાવના છે. આ બીજીવાર છે, જ્યારે કૃષ્ણાએ મામાના એપિસોડમાં શૂટિંગ ના કરવાનું પસંદ કર્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ગોવિંદા તથા સુનીતા આવ્યા ત્યારે પણ કૃષ્ણાએ શૂટિંગની ના પાડી દીધી હતી.

ગોવિંદાને કારણે પર્ફોર્મ નહીં કરે
કૃષ્ણાએ કહ્યું હતું, 'છેલ્લાં 15 દિવસથી હું રાયપુર તથા મુંબઈની વચ્ચે મારી ફિલ્મ તથા કપિલ શર્માના શો માટે આવ-જા કરી રહ્યો છું. હું હંમેશાં શો માટે ડેટ્સ રિઝર્વ રાખું છું, પરંતુ આ વખતે મને ખબર પડી કે તે (ગોવિંદા-સુનીતા) ગેસ્ટ તરીકે આવી રહ્યા છે તો હું તે એપિસોડમાં જવા માગતો નથી. આથી જ મેં ડેટ્સ એડજસ્ટ કરી નહીં. મને લાગે છે કે અમે બંને સાથે સ્ટેજ શૅર કરવા માગતા નથી.'

કૃષ્ણાએ કહ્યું, અમારી વચ્ચે આજે પણ અબોલા છે
વધુમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'આ મારી તરફથી પણ હશે અને તેમની તરફથી પણ હશે. આ એક કોમેડી શો છે અને ખબર નહીં કઈ વાત મોટી બની જાય અને પછી કહેવામાં આવે કે તેણે આમ કહ્યું ને તેમ કહ્યું. હું કોઈ ઈશ્યૂ ક્રિએટ કરવા માગતો નથી. મને વિશ્વાસ છે કે જ્યારે ગોવિંદાજી સ્ટેજ પર આવશે ત્યારે ચાહકો મારા તથા તેમની વચ્ચે કંઈક સાંભળવા માગશે અને તેથી જ હું પર્ફોર્મ નહીં કરું. આર્ટિસ્ટ ઘણાં જ ઇમોશનલ હોય છે. તેમણે કામ કરવું જોઈએ, પરંતુ એવી જગ્યાએ પણ નહીં જ્યાં બંને એકબીજાનો ચહેરો જોવા તૈયાર નથી. અમારી વચ્ચે હજી પણ અબોલા છે અને ઈશ્યૂ સોલ્વ થયો નથી.'

કૃષ્ણા નથી ઈચ્છતો કે કપિલ-ગોવિંદા વચ્ચેના ઇક્વેશન ખરાબ થાય
કૃષ્ણાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ગોવિંદાને ઇન્વાઇટ કરવા અંગે કપિલ શર્મા અને ક્રિએટિવ ટીમને સવાલ કર્યો નથી. તે ભલે વાત ના કરતો હોય, પરંતુ ટીમ કેમ ગોવિંદા સાથેના સંબંધો ખરાબ કરે. આ ફેમિલી મેટર છે અને ઇન્ટરનલ છે. કપિલને તેમને ઘણો જ પ્રેમ કરે છે અને સ્પેશિયલ બોન્ડિંગ ધરાવે છે. તે નથી ઈચ્છતો કે કપિલ તેમની સાથે સંબંધો ખરાબ કરે.

ગોવિંદાએ આ મુદ્દે વાત કરી નથી
ગોવિંદાએ આ મુદ્દે હજી સુધી કોઈ કમેન્ટ કરી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી કૃષ્ણા અભિષેક તથા ગોવિંદા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાંક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યારબાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. 2019માં જ્યારે ગોવિંદા પત્ની ને દીકરી સાથે શોમાં આવ્યો ત્યારે કૃષ્ણા શોમાં આવ્યો નહોતો. સુનીતા તેની સાથે સ્ટેજ શૅર કરવા તૈયાર નહોતી.