તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમાલ ખાનનો નિર્ણય:KRK સલમાન ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે, કહ્યું- કોર્ટે મને અત્યાર સુધી પોસ્ટ કરેલા વીડિયો હટાવવાનું કહ્યું નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ સિટી સિવિલ કોર્ટે બુધવાર, 23 જૂનના રોજ સલમાન ખાને દાખલ કરેલા માનહાનિ કેસમાં વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે હવે કમાલ ખાન એક્ટર સલમાનની વિરુદ્ધમાં એક પણ પોસ્ટ શૅર કરી શકે નહીં. સિટી કોર્ટના આ ચુકાદાને કમાલ ખાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કમાલ ખાને કહ્યું હતું કે કોર્ટે તેને અત્યાર સુધી પોસ્ટ કરેલા વીડિયો હટાવવાનો આદેશ આપ્યો નથી.

કમાલે કહ્યું, સલમાનની ફિલ્મનો રિવ્યૂ ના કરવાનો આદેશ
KRKએ પોસ્ટમાં કહ્યું હતું, મેં સલમાન ખાન વિરુદ્ધ કમાલ ખાન માનહાનિ કેસમાં કોર્ટનો આદેશ વાંચ્યો. હું આની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈશ. મેં અત્યાર સુધી જે વીડિયો પોસ્ટ કર્યા છે, તે હટાવવાનો આદેશ કોર્ટે મને આપ્યો નથી. જોકે, કોર્ટે મને ભવિષ્યમાં સલમાન ખાનની કોઈ પણ ફિલ્મનો રિવ્યૂ ના કરવાનો આદેશ આપ્યો છે.

  • બીજી પોસ્ટમાં કહ્યું હતું, મારું માનવું છે કે ફિલ્મ રિવ્યૂ મારો અંગત મત છે અને કોર્ટ મારો અંગત મત વ્યક્ત કરતાં અટકાવી શકે નહીં. આથી હું મારા અધિકારીઓની રક્ષા માટે હાઈકોર્ટ જઈશ અને જવું પડ્યું તો હું સુપ્રીમ કોર્ટમાં પણ જઈશ. એક ફિલ્મ ક્રિટિક હોવાને નાતે આ મારું કામ છે. આથી હું ફિલ્મનો રિવ્યૂ કરવાનું ચાલુ રાખીશ.
  • બોલિવૂડને આડેહાથ લેતા કમાલે અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, પહેલા બોલિવૂડે મારી મજાક કરવાનો પ્રયાસ કર્યો. પછી મને ભ્રષ્ટ સાબિત કરવાનો પ્રયાસ કરો અને હવે તેઓ કોર્ટમાં જઈને મને ફિલ્મ રિવ્યૂ કરતાં અટકાવવાનો પ્રયાસ કરે છે. આ ઈમાનદારીની તાકત છે. તેમની પાસે 100 ભ્રષ્ટ આલોચક છે, પરંતુ તેઓ એક ઈમાનદાર આલોચકની સમીક્ષાથી ડરે છે.
  • કમાલે સલમાનના વકીલોને સવાલ કર્યો હતો, આજે મારો સવાલ વકીલોને છે, જેમણે મીડિયામાં કહ્યું હતું કે તેમણે 'રાધે'ના રિવ્યૂ માટે માનહાનિનો કેસ દાખલ કર્યો નથી. જો તમે ખોટા લોકોએ કોર્ટમાં મને ફિલ્મ રિવ્યૂ કરતાં રોકવાનો પ્રયાસ ના કર્યો તો કોર્ટે કેવી રીતે મને ફિલ્મ રિવ્યૂ કરવાની ના પાડી? માનહાનિનો કેસ માત્ર ફિલ્મ રિવ્યૂ અટકાવવા માટે જ છે.
  • મેં સલમાનના માનહાનિ કેસ કોર્ટના આદેશ અંગે જે પણ કહેવું હતું, કહી દીધું. હું આવતા અઠવાડિયે વધુ કહીશ, જ્યારે હું આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરીશ. સત્ય જનતા માટે માનહાનિકરાક નથી, પરંતુ આ લોકપ્રિય હસ્તીઓ માટે માનહાનિકારક છે, કારણ કે તેઓ પોતાના ખોટા નિવેદનો તથા કૃત્યોથી જનતાને મૂર્ખ બનાવે છે. જ્યારે હું અક્કીને કેનેડિયન કહું છું તો તેમને ગુસ્સો આવે છે, પરંતુ સત્યા આ જ છે. 55+ એક્ટર્સને જો હું ઘરડાં કહું તો તેઓ ગુસ્સે થઈ જાય છે, પરંતુ સાચી વાત તો છે.
  • શું કોઈ મને સમજાવ શકે કે હું એક કેનેડિયન નાગરિકને ભારતીય કેમ કહું? મારે 55+ વર્ષના વ્યક્તિને 20 વર્ષનો યુવક કેમ કહેવો જોઈએ? કેટલાક લોકોને ખુશ કરવા માટે હું ખોટું કેમ બોલું? બોલિવૂડના લોકો મારા નિવેદનોથી કેમ આટલા પ્રભાવિત થાય છે, જ્યારે હું તેમના માટે કંઈ જ નથી.
  • હું કોઈના ઘરે જઈને કહેતો નથી. જો હું મારા ઘરે બેસીને વિચારું છું તો તમે કેમ આટલા પ્રભાવિત થઈ રહ્યા છો? તમે પ્રભાવિત થઈ રહ્યા છો, કારણ કે તમને ખબર છે કે હું સાચું બોલું છું. સત્ય આ દુનિયાની સૌથી કડવી વાત છે.
અન્ય સમાચારો પણ છે...