KRKનો RSSને સંદેશો:બોલ્યોઃ 'જો સંઘને મારી જરૂર હોય, તો હું જોડાવા તૈયાર છું'

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્ટર તથા સ્વઘોષિત ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાન (KRK)એ થોડા દિવસ પહેલાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોલિટિકલ પાર્ટી જોઇન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. હવે તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાવાની વાત કરી છે. તેણે સો.મીડિયા પોસ્ટમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતને ટૅગ કર્યા છે.

હું તૈયાર છું: KRK
KRKએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'આદરણીય મોહન ભાગવતજી, જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મારી જરૂર હોય તો હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાવા માટે પૂરી રીતે તૈયાર છું.' આ સાથે જ KRKએ પોસ્ટમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટૅગ કર્યા હતા.

હાલમાં જ રાજકીય પાર્ટીમાં જોડાવાની વાત કહી હતી
KRKએ એક પોસ્ટમાં કહ્યું હતું, 'હું જલ્દીથી પૉલિટિકલ પાર્ટી જોઇન કરવાનું વિચારી રહ્યો છું, કારણ કે દેશમાં સલામત રહેવા માટે નેતા હોવું જરૂરી નથી, અભિનેતા નહીં.'

યુઝર્સે રિએક્શન આપ્યાં હતાં
KRKની પોસ્ટ બાદ અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું હતું કે સર કોઈ પાર્ટીમાં જોડાતા નહીં, પોતાની પાર્ટી બનાવો, અમે તમારી સાથે છીએ. બીજા યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે KRK સાચેસાચું બોલી જાવ, કોણે શું કર્યું, ડરશો નહીં.

KRKએ કહ્યું, ધરપકડ સાથે કરન જોહરને કોઈ લેવા-દેવા નહીં
અન્ય એક પોસ્ટમાં KRKએ કહ્યું હતું, 'અનેક લોકો મારી ધરપકડ પાછળ કરન જોહરનું નામ લઈ રહ્યા છે. આ ખોટું છે. મારી ધરપકડ પાછળ કરન, શાહરુખ, આમિર, અક્ષય તથા અજય દેવગનને કોઈ લેવા-દેવા નથી.' મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, KRKની આ પોસ્ટ બાદ યુઝર્સ અટકળો કરવા લાગ્યા કે આ ધરપકડ પાછળ સલમાન ખાનનો હાથ છે.

KRKની ધરપકડ કેમ થઈ હતી?
KRKએ 2020માં સ્વર્ગીય એક્ટર ઈરફાન ખાન તથા રિશી કપૂર પર વાંધજનક પોસ્ટ કરી હતી. બે વર્ષ બાદ જ્યારે તે ભારત પરત ફર્યો ત્યારે મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. 2021માં KRK પર વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌન શોષણનો કેસ થયો હતો. 9 દિવસ જેલમાં રહ્યા બાદ KRKને બંને કેસમાં જામીન મળી ગયા હતા.

બીજા-ચોથા સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું
KRKના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટને સશર્ત જામીન મળ્યા છે. ચાર્જશીટ દાખલ ના થાય ત્યાં સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું જરૂરી છે. તે મહિનાના બીજા તથા ચોથા સોમવારે સવારે 11 વાગે પોલીસ સ્ટેશનમાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...