યૌન શોષણ કેસમાં KRKની ધરપકડ:2019માં ફરિયાદ થઈ હતી, એક કેસમાં હજી જામીન મળ્યા નથી ને બીજો કેસ થયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેલમાં બંધ બોલિવૂડ એક્ટર કમાલ રાશિદ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. 2019માં યૌન શોષણ કેસમાં મુંબઈની વર્સોવા પોલીસે કમાલ ખાનની ધરપકડ કરી છે. પોલીસના મતે, KRK પર સેક્સ્યુઅલ ફેવર માગવાનો આરોપ છે. કમાલ ખાન 2020માં કરેલી વિવાદિત સો.મીડિયા પોસ્ટને કારણે પહેલેથી જ જેલમાં બંધ છે.

ફિલ્મમાં લીડ રોલ ઑફર કર્યો હતો
પોલીસે કહ્યું હતું કે 27 વર્ષીય એક મહિલાએ KRK વિરુદ્ધ FIR કરી હતી. 2017માં તે એક્ટિંગ માટે મુંબઈ આવી હતી. KRKને તે હાઉસ પાર્ટીમાં મળી હતી. અહીંયા KRKએ પોતાને ફિલ્મ પ્રોડ્યૂસર કહ્યો અને બંનેએ એકબીજાને ફોન નંબર લીધા હતા.

FIR પ્રમાણે, KRKએ પીડિતાને એક ફિલ્મ 'કેપ્ટન નવાબ'માં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી હોવાનું વાત કહી હતી. 2019માં કમાલ ખાને બર્થડે સેલિબ્રેશન માટે મુંબઈના ચાર બંગલા સ્થિત ઘર પર પીડિતાને બોલાવી હતી, પરંતુ તે ગઈ નહોતી. બે-ત્રણ દિવસ બાદ જ્યારે પીડિતા કમાલ ખાનના ઘરે ગઈ તો તે પીડિતાને બેડરૂમમાં લઈ ગયો હતો અને દારૂની ઑફર કરી હતી. પીડિતાએ ના પાડી તો ઓરેન્જ જ્યૂસ ઑફર કર્યો હતો. જ્યૂસ પીધા બાદ પીડિતાને ઊંઘ આવવા લાગી હતી. ત્યારબાદ KRKએ પીડિતા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

વર્સોવા પોલીસને કસ્ટડી ના મળી
આ કેસમાં KRK વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડના સેક્શન 354 A તથા 509 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. રવિવાર, 4 સપ્ટેમ્બરના રોજ પોલીસે KRKને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને પોલીસ કસ્ટડીની માગ કરી હતી, પરંતુ KRKએ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં
KRK બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે 30 ઓગસ્ટના રોજ એરપોર્ટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ KRKને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીંયા 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી. KRK વિરુદ્ધ 2020માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કમાલ ખાને સ્વર્ગીય ઈરફાન ખાન તથા રિશી કપૂર વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...