તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ કપિલ શર્મા શો:મામા ગોવિંદા સાથે ચાલી રહેલા અણબનાવ વચ્ચે કૃષ્ણાએ શોમાં પરફોર્મન્સ ન આપ્યું, કહ્યું- 'હું તેમની સામે મારા આંસુ નથી રોકી શકતો'

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવીના પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં સપનાનો રોલ નિભાવનારા કૃષ્ણા અભિષેક મામા ગોવિંદા સાથેના અણબનાવને કારણે ચર્ચામાં છે. ગયા અઠવાડિયે ગોવિંદા શોમાં ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા જ્યાં કૃષ્ણાએ પરફોર્મન્સ પણ ન આપ્યું. હવે આના પર સ્પષ્ટતા આપતા કૃષ્ણાએ કહ્યું કે મામા ગોવિંદા અને મામી તેને આ પહેલાંના એપિસોડમાં જોવા ઇચ્છતા ન હતા એટલે આ વખતે તેણે ખુદ પરફોર્મન્સ આપવાની ના પાડી દીધી. કૃષ્ણા નથી ઈચ્છતો કે તેમના અણબનાવની અસર શો પર પડે.

મામા ગોવિંદા સામે પરફોર્મ ન કરવાનું કારણ જણાવતા કૃષ્ણાએ સ્પોટબોયને કહ્યું, 'જી હા, મેં મામાનો એપિસોડ કરવાની ના પાડી દીધી હતી. કારણકે અમારા વચ્ચે અમુક મતભેદ છે. હું નથી ઈચ્છતો કે અમારા મતભેદોની અસર શો પર પડે. સારી કોમેડી કરવા માટે સારા અને ફ્રેન્ડલી માહોલની જરૂર પડે છે. સારા સંબંધો વચ્ચે જ કોમેડી કરી શકાય છે.'

મામા મને પ્રેમ કરે છે: કૃષ્ણા
આગળ કૃષ્ણાએ જણાવ્યું કે, 'મને ગોવિંદા મામા માટે ઘણો પ્રેમ છે, અને હું જાણું છું કે તે પણ મને પ્રેમ કરે છે. માટે તેમને હક છે કે ગુસ્સે થાય. અને હું તેમને એટલો પ્રેમ કરું છું કે તેમના ગુસ્સાનો સામનો કરી શકું. હું તેમની સામે મારા આંસુ નહીં રોકી શકું. માટે તેમની સામે એપિસોડ ન કરવો જ બેટર હતો. હું તેમની ઘણો ક્લોઝ રહ્યો છું. હું તેમની અને તેમના પરિવાર સાથે ઘર પર રહ્યો છું. જેટલો પ્રેમ છે, એટલું જ અંતર થઇ ગયું છે.'

શું છે બંને વચ્ચેના અણબનાવનું કારણ
થોડા મહિના પહેલાં કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરા શાહે ટ્વીટ કર્યું હતું કે અમુક લોકો પૈસા માટે ડાન્સ કરે છે. આ જોઈને ગોવિંદાની પત્ની સુનિતાને લાગ્યું કે કશ્મીરાએ આ ટ્વીટ તેના પતિ ગોવિંદા માટે કર્યું છે. ત્યારબાદથી જ બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ અને વાત બંધ થઇ ગઈ. કપિલ શર્મા શોના એક એપિસોડમાં સુનિતા અને ગોવિંદા મહેમાન બનીને આવ્યા હતા તે દરમ્યાન સુનિતાએ ખુદ કહ્યું હતું કે કૃષ્ણા તેની સામે પરફોર્મ ન કરે. હવે આ વખતે ખુદ કૃષ્ણાએ પરફોર્મન્સ આપવાની ના પાડી દીધી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો