કૉફી વિથ કરન:ટાઈગર શ્રોફે કહ્યું, 'ફ્લાઇટમાં ફિઝિકલ રિલેશન માણ્યા છે', કરન જોહર આમ કરતા પકડાઈ ગયો હતો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરન જોહર હાલમાં 'કૉફી વિથ કરન 7'ને કારણે ચર્ચામાં છે. આ વખતે શોમાં ટાઇગર શ્રોફ તથા ક્રિતિ સેનન આવ્યા હતા. શોમાં કરન જોહરે ટાઈગરને પર્સનલ લાઇફ અંગે સવાલ કર્યા હતા. ટાઈગરે પણ ચાહકોને આજ સુધી ખબર ના હોય તેવી વાતો કરી હતી. જોકે, સૌથી ચોંકાવનારી વાત કરન જોહરની હતી.

ટાઈગરે દિશા પટનીને સારી મિત્ર કહી
ટાઈગર તથા દિશા પટની વચ્ચે છ વર્ષ સુધી અફેર રહ્યું હતું અને પછી બંને અલગ થઈ ગયા હતા. કરને ટાઈગરને દિશા સાથેના સંબંધો અંગે સવાલ કર્યો હતો. એક્ટરે કહ્યું હતું કે તે હંમેશાંથી દિશાને સારી મિત્ર માને છે. કરને ટાઈગરની મજાક ઉડાવતા કહ્યું હતું કે આ લાઇન તે વાપરી શકે નહીં, કારણ કે તેઓ બંને દર રવિવારે બાસ્ટિન રેસ્ટોરાંમાં જોવા મળતા હોય છે. આ અંગે ટાઈગરે જવાબ આપ્યો હતો કે તે બંનેને એક જેવું ભોજન ગમે છે અને તેથી જ તેઓ તે રેસ્ટોરાંમાં જતાં હોય છે.

સિંગલ હોવાનું કહ્યું
ટાઈગરે બ્રેકઅપના સમાચારો પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે લોકો લાંબા સમયથી તેના સંબંધો અંગે અટકળો કરતાં હોય છે. જોકે, તેઓ હંમેશાંથી સારા મિત્રો રહ્યા છે અને મિત્રતા જાળવી રાખી છે. તે છેલ્લાં ઘણાં સમયથી સિંગલ જ છે.

ફ્લાઇટમાં ફિઝિકલ રિલેશન માણ્યા છે
શોમાં કરને ટાઈગરને સવાલ કર્યો હતો કે તે કોઈ અજીબોગરીબ જગ્યાએ ફિઝિકલ રિલેશન માણ્યા છે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે આમ તો તે અજીબોગરીબ નથી, પરંતુ હવામાં આવું કરવું એડવેન્ચરસ જરૂર છે.

કરન પકડાઈ જતા માંડ માંડ બચ્યો
આટલું સાંભળીને કરને કહ્યું હતું, 'ઓહ, mile high club (એરક્રાફ્ટમાં ફિઝિકલ રિલેશન માણનારા)નો સભ્ય છે. મને ખબર નથી પડતી કે લોકો આવું કેવી રીતે કરી લેતા હશે. આપણે શો પૂરો થયા બાદ આ અંગે વાત કરીશું.' ક્રિતિ સેનન સામે જોતાં કરને કહ્યું હતું કે તેના માટે નાનું બાથરૂમ પૂરતું નથી, કારણ કે તે ઘણો જ મોટો છે. નસીબ સારા હતાં કે તે આવું કરતાં સમયે માંડ માંડ પકડાઈ જતાં બચી ગયો હતો, પરંતુ પરિસ્થિતિ ઘણી જ વિચિત્ર સર્જાઈ હતી.