કૉફી વિથ કરન 7:સિઝનની પહેલી ગેસ્ટ આલિયા ભટ્ટે સુહાગરાત અંગે વાત કરી, રણવીર સિંહ પેટ પકડીને હસવા લાગ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'ની સાતમી સિઝનનો પહેલો એપિસોડ સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે સ્ટ્રીમ થશે. આ વખતે કરનનો શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સિઝનના પહેલાં ગેસ્ટ રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે કરનની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં બંને લીડ રોલ પ્લે કરી રહ્યા છે. કરનના શોમાં આલિયા ભટ્ટ સુહાગરાત અંગે પણ વાત કરે છે.

કરને બંનેને ઇન્ટ્રોડ્યૂસ કર્યાં
કરને સો.મીડિયામાં એપિસોડનું ટીઝર શૅર કર્યું છે. વીડિયોમાં કરન સૌ પહેલાં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટને ઇન્ટ્રોડ્યૂસ કરે છે. કરન કહે છે કે બંને ન્યૂલી મેરિડ છે, પરંતુ બંનએ એકબીજા સાથે લગ્ન કર્યા નથી. કરન બંનેને પર્સનલ સવાલો કરે છે.

કરને લગ્ન અંગે સવાલ કર્યો
કરન લગ્ન અંગે સવાલ કરે છે કે લગ્ન અંગેની સૌથી મોટી ગેરસમજણ કઈ છે? આલિયા તરત જ જવાબ આપે છે કે સુહાગરાત. આલિયા કહે છે કે એવું કંઈ જ હોતું નથી. તમે ઘણાં જ થાકી ગયા હોવ છો. આલિયાનો જવાબ સાંભળીને કરન અને રણવીર પેટ પકડીને હસી પડે છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્ટ છે. આલિયા હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરે છે.

રેપિડ ફાયર ઉપરાંત આ વખતે શોમાં 'કૉફી બિંગો' તથા 'મેશ્ડ અપ' એમ બે નવા સેગમેન્ટ ઉમેરવામાં આવ્યા છે.

આ વખતે શોમાં કોણ કોણ જોવા મળશે?
શોમાં આ વખતે અક્ષય કુમાર, અનિલ કપૂર, વરુણ ધવન, જાહન્વી કપૂર, સારા અલી ખાન, વિજય દેવરાકોંડા, સામાંથા રૂથ પ્રભુ, શાહિદ કપૂર, કિઆરા અડવાણી, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સ જોવા મળશે.