કૉફી વિથ કરન:રણવીર સિંહે વેનિટી વેનમાં ફિઝિકલ રિલેશન માણવાથી લઈ સુહાગરાતના સિક્રેટ્સ અંગે વાત કરી

મુંબઈ5 મહિનો પહેલા

'કૉફી વિથ કરન'ની સાતમી સિઝનનો ફર્સ્ટ એપિસોડ સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થયો હતો. ફર્સ્ટ એપિસોડમાં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ ગેસ્ટ બનીને આવ્યા હતા. શોમાં રણવીર સિંહે ચાહકોને ભરપૂર એન્ટરટેઇન કર્યાં હતાં. રણવીરે સુહાગરાતનું સિક્રેટ, સેક્સ પ્લેલિસ્ટ કે પછી વેનિટી વેનમાં ક્વિકી...સહિતની વાતો કરી હતી.

વેનિટી વેનમાં ફિઝિકલ રિલેશન બાંધ્યા
રણવીર સિંહે શોના 'કૉફી બિંગો સેશન'માં ઘણાં સિક્રેટ્સ ખોલ્યા હતા. સામન્ય રીતે સેલેબ્સ ફિઝિકલ રિલેશન અંગે વાત કરવાનું ટાળતા હોય છે, પરંતુ રણવીરે કરન જોહર આગળ કબૂલ કર્યું હતું કે તેણે શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં ફિઝિકલ રિલેશન બાંધ્યા હતા. આ વાત જાણીને કરન જોહર શૉક્ડ થઈ ગયો હતો. તેણે તરત જ રણવીરને પૂછ્યું હતું કે આ કેવી રીતે થયું? વેનિટીમાં કોઈ આવી જશે એનો ડર ના લાગ્યો? તે સિક્યોરિટીના સંદર્ભમાં પૂછે છે. આ સાંભળીને આલિયાએ જવાબ આપ્યો હતો કે વેનિટીનો દરવાજો અંદરથી લૉક હશે. રણવીરે કહ્યું હતું કે આવું કરવામાં રિસ્ક છે, પરંતુ આ ઘણું જ એક્સાઇટિંગ છે. રણવીરનો જવાબ સાંભળીને છેલ્લે કરને કહ્યું હતું કે લવલી, પરંતુ તેણે આવું ક્યારેય ટ્રાય કર્યું નથી.

સુહાગરાત મનભરીને માણી
શોમાં રણવીર સિંહે સુહાગરાત અંગે પણ વાત કરી હતી. રણવીર સિંહે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર કહ્યું હતું કે તેણે સુહાગરાતના દિવસે પત્ની દીપિકા સાથે ભરપૂર સેક્સ માણ્યું હતું. કરને સવાલ કર્યો હતો કે તેઓ રીત-રિવાજને કારણે થાકી નહોતા ગયા તો રણવીરે નકારમાં માથું હલાવ્યું હતું.

સેક્સ પ્લે લિસ્ટ અંગે પણ વાત કરી
રણવીરે શોમાં પોતાના અલગ અલગ સેક્સ પ્લે લિસ્ટ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પાસે સેન્સુઅસ, પૅશનટ, લવિંગ સેક્સ, રૉન્ચી સેક્સ, ડર્ટી સેક્સ, રૅન્ડી જેવા અલગ અલગ સેક્સ પ્લેલિસ્ટ છે.

રણવીરે પોતાને રાતનો રાજા ગણાવ્યો
શોમાં રણવીરે કહ્યું હતું કે તેની એક આદત સલમાન ખાનને મળતી આવે છે. તે નિશાચર છે. તે રાતનો રાજા છે. તેને ક્યારેય રાત્રે ઊંઘ આવતી નથી. તેના માટે સવાર ઊઠવું બહુ મુશ્કેલભર્યું છે.

રણવીરે એક ટેલન્ટ બતાવી
શોમાં રણવીરે અજય દેવગન, હૃતિક રોશન, કાર્તિક આર્યન, વરુણ ધવન તથા આમિર ખાનની મિમિક્રી કરી હતી. આલિયા તથા રણવીરે કહ્યું હતું કે તે બંને કાર્તિકને ઘણો જ પ્રેમ કરે છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકને કરન જોહરની ફિલ્મ 'દોસ્તાના 2'માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

દીપિકા-આલિયામાં શું ફરક છે?
રેપિડ ફાયર રાઉન્ડમાં રણવીરને સવાલ કરવામાં આવ્યો હતો કે દીપિકા તથા આલિયામાં શું ફરક છે? જવાબમાં રણવીરે કહ્યું હતું કે આલિયા ભાષામાં નિપૂણ છે, જ્યારે દીપિકાની પાસે તેની ઊંચાઈ છે. આલિયાને રણબીર-રણવીર વચ્ચે શું અંતર છે તે પૂછવામાં આવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે રણવીર દરેક ભાષા બોલવાની ક્ષમતા ધરાવે છે અને તેનામાં સ્ટ્રેન્થ છે. તો રણબીર સમયનો ચોક્કસ છે અને ઘણી જ સરળતાથી ડાન્સ કરે છે.