કૉફી વિથ કરન:સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ સેક્સ લાઇફ અંગે ઘટસ્ફોટ કર્યા, સાંભળીને કરન જોહર-અનન્યા પાંડેને આંચકો લાગ્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કૉફી વિથ કરન 7'ના ચોથા એપિસોડમાં સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે જોવા મળશે. હાલમાં જ કરને આ શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો. પ્રોમોમાં કરને વિજયને અંગત જીવન અંગેના સવાલો પૂછ્યા હતા. અનન્યા પાંડેને આદિત્ય રોય કપૂર સાથેના સંબંધો અંગે પણ સવાલ કર્યો હતો.

સારા-જાહન્વીની ક્લિપ જોઈ વિજય દેવરાકોંડા શરમાયો
પ્રોમોની શરૂઆતમાં વિજય તથા અનન્યાને સારા તથા જાહન્વી શોમાં આવ્યા હતા તે ક્લિપ બતાવવામાં આવે છે. ક્લિપમાં સારા કહે છે કે વિજય દેવરાકોંડા તેનો ક્રશ છે. આ વાત સાંભળતા વિજય શરમાઈ જાય છે. ત્યારબાદ કરન એક્ટરને સવાલ કરે છે કે તેને ચીઝ ગમે છે? આ સવાલ સાંભળીને વિજય કહે છે કે તેને ખ્યાલ છે કે હવે આ શો ક્યાં જવાનો છે.

અનન્યાને આદિત્ય રોય કપૂર અંગે સવાલ કર્યો
પ્રોમોમાં કરને અનન્યાને સવાલ કર્યો હતો કે તેની પાર્ટીમાં (કરને 25 મેના રોજ 50મી બર્થડે પાર્ટી આપી હતી) તે અને આદિત્ય રોય કપૂર સાથે શું કરતાં હતાં? આ સવાલ સાંભળીને અનન્યા એમ કહે છે કે કરને કંઈ જ જોયુ નથી. કરનની વાત સાંભળીને વિજય દેવરાકોંડા હસવા લાગે છે. નોંધનીય છે કે 2020 ફિલ્મ 'ખાલી પીલી'ના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટર વચ્ચે સંબંધો હતા. જોકે, થોડાં સમય પહેલાં જ અનન્યા તથા ઈશાનનું બ્રેકઅપ થયું હતું. અનન્યાનું નામ હવે આદિત્ય રોય કપૂર સાથે ચર્ચાઈ રહ્યું છે.

રેપિડ ફાયર રાઉન્ડમાં સેક્સ લાઇફ અંગે સવાલ પૂછાયો
રેપિડ ફાયર રાઉન્ડમાં કરને વિજય દેવરાકોંડાને સેક્સ્યુઅલ લાઇફ અંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે તેણે છેલ્લે ફિઝિકલ રિલેશન ક્યારે બાંધ્યા હતા? આ સવાલ સાંભળીને એક્ટરે જવાબ આપ્યો હતો કે અબોર્ટ અબોર્ટ. જોકે, અનન્યા પાંડેએ કહ્યું હતું કે તે અંદાજો લગાવીને જવાબ આપી શકે છે કે આજે સવારે. કરન જોહરે અનન્યાનું અંગ્રેજી વ્યાકરણ સુધારીને કહ્યું હતું કે આજની સવાર આવે. વિજય આ સાંભળીને શરમાઈ જાય છે.

અનન્યાને લવ બાઇટ્સ અંગે સવાલ કર્યો
કરન જોહરે અનન્યાને સવાલ કર્યો હતો કે સ્ટાર કિડ્સ લવ બાઇટ્સ છુપાવવા માટે કઈ કઈ જગ્યાએ મેકઅપ કરતા હોય છે? કરને એમ પણ કહ્યું હતું કે સ્ટાર કિડ્સ મોટાભાગે ગરદન પર મેકઅપ કરતા હોય છે. અનન્યાએ કહ્યું હતું કે તે દર વખતે આવું કરતી નથી.

કારમાં ફિઝિકલ રિલેશન બાંધ્યા હોવાની વાત કહી
કરને વિજયને એવો સવાલ કર્યો હતો કે તેણે પબ્લિક પ્લેસમાં કઈ જગ્યાએ ફિઝિકલ રિલેશન બાંધ્યા છે? એક્ટર જવાબ આપ્યો હતો કે કારમાં. આ સાંભળીને અનન્યા ચમકી ગઈ હતી. તો કરને કહ્યું હતું કે ત્યાં કરવું કમ્ફર્ટેબલ છે? તેણે ક્યારેય કારમાં આવું કર્યું નથી. કરનની વાત સાંભળીને વિજયે કહ્યું હતું કે જ્યારે માણસ રહી ના શકે ત્યારે આવું કરતો હોય છે.

વિજય દેવરાકોંડાને થ્રીસમ કરવામાં પણ વાંધો નથી
પ્રોમોમાં છેલ્લે કરન એક્ટરને સવાલ કરે છે કે તેણે ક્યારેય ત્રણ લોકો સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા છે? વિજય દેવરાકોંડાએ કહ્યું હતું કે ના. તો કરન સામે સવાલ કરે છે કે તે આવું કરવા માગે છે? આ સાંભળીને તરત જ વિજય કહે છે કે જો આવું થાય છે તો તેને કરવામાં કોઈ જ વાંધો નથી.

'લાઇગર'ના પ્રમોશનમાં વ્યસ્ત
વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા બોક્સરના રોલમાં જોવા મળશે. રામ્યા કિષ્નન એક્ટરની માતાના રોલમાં છે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં બોક્સિંગ લિજેન્ડ માઇક ટાયસન પણ છે. આ ફિલ્મથી વિજય બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મને પૂરી જગન્નાથ ડિરેક્ટર અને કરન જોહર પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.