'બિગ બોસ'નાં ડાર્ક ડર્ટી સિક્રેટ્સ:પૈસા માટે ઘરમાં સ્પર્ધકો થાય છે ઇન્ટિમેટ, જ્યૂસના પેકેટમાં દારૂ આપવામાં આવે છે, સલમાનના શોની રસપ્રદ વાસ્તવિકતા

મુંબઈ4 મહિનો પહેલા
  • સલમાન ખાનનો શો બીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે

ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો 'બિગ બોસ' 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોની થીમ જંગલની છે. સલમાન ખાનના આ શોના ઘણાં મોટાં સિક્રેટ્સ છે, જે દર્શકોને ભાગ્યે જ ખબર હોય છે. આજે આપણે આવાં જ સિક્રેટ્સ અંગે વાત કરીશું.

શોમાં સ્પર્ધકો ઇન્ટિમેટ થાય છે
'બિગ બોસ'માં સ્પર્ધકો એકબીજા સાથે ઘણીવાર ઇન્ટિમેટ થતા હોય છે. ઘણીવાર તેઓ એ પણ ભૂલી જાય છે કે ઘરમાં દરેક જગ્યાએ કેમેરા છે. ઘણીવાર સેલેબ્સ બાથરૂમમાં ઇન્ટિમેટ થતા હોય છે. ટીવી પર તેમની વચ્ચેનો રોમાન્સ બતાવવામાં આવે છે, ઇન્ટેન્સ ઇન્ટિમેટ રોમાન્સને એડિટ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ 8'ની સ્પર્ધક ડિઆન્દ્રા સોર્સ ઘરમાં પ્રેગ્નન્ટ થઈ હોવાની વાતે જોર પકડ્યું હતું. તે બે દિવસ હોસ્પિટલમાં પણ રહી હતી, જોકે ઘરમાંથી બહાર આવ્યા બાદ ડિઆન્દ્રાએ પ્રેગ્નન્સીની વાતને અફવા ગણાવી હતી.

ધર્મ સાથે સંકળાયેલી એકપણ વસ્તુ લઈ જવાની મનાઈ
ઘરમાં કોઈપણ સ્પર્ધક પોતાના ધર્મ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ લઈ શકતો નથી. સ્પર્ધક ભગવાનની મૂર્તિ કે ફોટો પણ સાથે રાખી શકે નહીં. ઘરમાં તહેવારો સેલિબ્રેટ કરવામાં આવે છે.

ઘરની સફાઈ માટે ટીમ
'બિગ બોસ'માં બતાવવામાં આવે છે કે સ્પર્ધકો આખું ઘર સાફ કરે છે. જોકે આટલા મોટા ઘરને સાફ રાખવું મુશ્કેલ છે. આથી જ રાત્રે ટીમ ઘર સાફ કરતી હોય છે, જેથી કેમેરામાં ઘર ચોખ્ખું લાગે. આટલું જ નહીં, ગાર્ડન એરિયામાં જ્યારે પણ કોઈ ટાસ્ક હોય પછી આખું ગાર્ડન ટીમ જ સાફ કરે છે.

સ્પર્ધક જાતે ખુલાસો કરી શકે નહીં
'બિગ બોસ'ના કોન્ટ્રેક્ટમાં સ્પષ્ટ લખેલું હોય છે કે સ્પર્ધક પોતાની રીતે નામ મીડિયામાં આપી શકે નહીં. શોના મેકર્સ જ સ્પર્ધકોનાં નામ જાહેર કરે છે.

અધવચ્ચે શો છોડે તો 2 કરોડનો દંડ
સ્પર્ધક ઘણીવાર 'બિગ બોસ'ના ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. જોકે ઘરમાંથી મેકર્સની મરજીથી બહાર નીકળી શકાય છે. જો સ્પર્ધક અધવચ્ચે શો છોડે તો તેણે 2 કરોડનો દંડ ભરવો પડે છે. જોકે ઇમર્જન્સીમાં સ્પર્ધક ઘર છોડી શકે છે.

સલમાન માત્ર હાઇલાઇટ્સ જુએ છે
સલમાન ખાન દરેક સીઝનમાં 'વીકેન્ડ કા વાર' કરે છે. સલમાન દરેક એપિસોડ ધ્યાનથી જોતો નથી, પરંતુ આ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સલમાનને સ્પર્ધકો અંગેની માહિતી આપી દે છે અને અઠવાડિયાની હાઇલાઇટ્સ કહે છે.

કોણ છે બિગ બોસ?
'બિગ બોસ' કોણ છે અને કેવો દેખાય છે, એ સવાલ દરેકના મનમાં હોય છે. 'બિગ બોસ'માં અતુલ કપૂરનો અવાજ છે. અતુલે બોલિવૂડ તથા હોલિવૂડ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે.

શનિવારે રજા
સ્પર્ધકો શનિવારે શૂટિંગ કરતા નથી. આ દિવસે કેમેરા ઑફ હોય છે. આ દિવસ સ્પર્ધકો મેકઅપ વગેરે કામ કરે છે. સ્પર્ધક આ દિવસે આરામ કરતા હોય છે.

ચારેબાજુ કેમેરા
'બિગ બોસ'ના ઘરની ચારેબાજુ કેમેરા ફિટ કરેલા હોય છે. માત્ર બાથરૂમમાં કેમેરા હોતા નથી. આ ઉપરાંત ઘરની અંદર અરીસા પણ લગાવવામાં આવે છે.

ઘરમાં ઘડિયાળ હોતી નથી
'બિગ બોસ'ના ઘરમાં ઘડિયાળ હોતી નથી. સ્પર્ધકો આકાશમાં સૂરજને જોઈને સમય નક્કી કરતા હોય છે. સ્પર્ધકોને રોજ અલગ અલગ સમયે જમવાનું આપવામાં આવે છે અને અલગ અલગ સમયે જગાડવામાં આવે છે.

જ્યૂસના કેનમાં દારૂ
ઘરમાં સ્મોકિંગ એરિયા હોય છે. આ એરિયામાં જ્યારે શોની TRP વધે એવી વાત કરવામાં આવે તો જ તે શોમાં બતાવવામાં આવે છે. ઘરની અંદર દારૂની પરવાનગી નથી, પરંતુ સ્પર્ધકોને ફ્રૂટ જ્યૂસના પેકેટ તથા કેનમાં દારૂ આપવામાં આવે છે.

દર અઠવાડિયે પેમેન્ટ
શોમાં સ્પર્ધકોને દર અઠવાડિયે પેમેન્ટ આપવામાં આવે છે.