કમબેક:કેન્સર સામેની લડાઈ જીત્યા પછી કિરણ ખેરની સેટ પર વાપસી, શિલ્પા શેટ્ટીએ BTS વીડિયો શેર કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 69 વર્ષીય કિરણ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' (IGT)ની નવી સિઝનમાં શિલ્પા શેટ્ટી, મનોજ મુંતશિર અને બાદશાહની સાથે જજ તરીકે જોવા મળશે
  • 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' મારા હૃદયની નજીક છે- કિરણ ખેર

દિગ્ગજ એક્ટ્રેસ કિરણ ખેરે કેન્સરની લાંબી લડાઈ જીત્યા બાદ આખરે ટીવી પર કમબેક કર્યું. 69 વર્ષીય કિરણ હવે ટૂંક સમયમાં રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' (IGT)ની નવી સિઝનમાં શિલ્પા શેટ્ટી, મનોજ મુંતશિર અને બાદશાહની સાથે જજ તરીકે જોવા મળશે. કિરણે તાજેતરમાં આ શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ વાતની જાણકારી શિલ્પા શેટ્ટીએ શોના સેટ પરથી કિરણની સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે.

ન્યૂ જ્યુરીની સાથે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોઃ શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, "BTS ઓન IGT. ગરમા ગરમ...ન્યૂ જ્યુરીની સાથે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો. આ વીડિયોમાં શિલ્પા અને કિરણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કિરણ હેવી જ્વેલરી, ક્રિમ કલરની સાડી અને કોરોનાથી બચવા માટે ફેસ શીલ્ડ પહેરેલું જોવા મળી રહ્યા છે. શિલ્પા અને કિરણ ઉપરાંત વીડિયોમાં મનોજ મુંતશિર અને બાદશાહ પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં શિલ્પાની સાથે કિરણની મસ્તી જોઈ શકો છો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી પહેલા કિરણના ઘરેણાં પર પોતાનો કેમેરા ફોકસ કરે છે. પછી શિલ્પા મજાકમાં કિરણને કહે છે કે તે માત્ર તેમની જ્વેલરી જોવા માટે શૂંટિગ પર આવે છે. શિલ્પા આગળ કહે છે કે, કિરણે તેને દત્તક લેવી જોઈએ, કેમ કે તેમનો દીકરી તેમની પાસે રહેલી જ્વેલરી પહેરી નહીં શકે. આ વિશે કિરણ કહે છે કે જો તેને કરવું હશે તો તે કરશે. તેઓ આગળ કહે છે કે તેમને સિકંદરને કહ્યું છે કે તે પોતાના કેટલાક ઘરેણાં વેચી દેશે, કેમ કે તેના લગ્ન નથી થઈ રહ્યા.

વીડિયોમાં કિરણ આગળ શિલ્પાને જણાવે છે કે સિકંદરે તેમને ચેતવણી આપી હતી કે તેઓ આવું નહીં કરે. આ વિશે કિરણે સિકંદરને એક પુત્રવધુ કે પુત્રી આપવાની માગણી કરી છે. કિરણ બાદ શિલ્પા કેમેરા પર સિકંદરને ચેતવણી આપતા રહે છે, સીકુ, હું તમામ જ્વેલરી લઈ લઉં છું. એટલે સુધી કે બાદશાહ અને મનોજ મુંતશિર પણ કિરણ અને શિલ્પાની આ મસ્તીમાં સામેલ હોય છે. વીડિયોના અંતમાં શિલ્પા જણાવે છે કે, "ઈન્ડિયાઝ નોટ ગોટ ટેલેન્ટ ઓન ધ પેનલ."

'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' મારા હૃદયની નજીક છે
તમને જણાવી દઈએ કે પોતાના કમબેક પર કિરણે હાલમાં જ દૈનિક ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે,ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હંમેશાં મારા હૃદયની નજીક રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટેલેન્ટ રિયાલિટી શોની સાથે મારા 9 વર્ષ થઈ ગયા છે. જ્યુરી મેમ્બર તરીકે આ શોમાં પરત ફરવું મારા માટે એક શાનદાર અહેસાસ છે. મને એવું લાગે છે કે જાણે હું મારા ઘરે પાછી ફરી. આ શો દર વર્ષે દેશના વિવિધ અને અસાધારણ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરીને તેમને સામે લાવી રહ્યો છે. દર વખતે હું આ શોમાં ઘણા શાનદાર ટેલેન્ટ જોઈને સ્તબ્ધ રહી જઉં છું.

શોને જજ કરવા માટે ઉત્સાહિત છું
કિરણ ખેરે આગળ જણાવ્યું કે, આ શોનો ભાગ બનવું મારા માટે ગર્વની તક છે, જે દરેકને તેમની દુર્લભ પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તક આપે છે. દેશની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને આપણા પંજાબી મુંડા બાદશાહ સાથે આ શોને જજ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. સૌથી મહત્વની વાત એ છે કે, હું ચેનલનો આભાર માનું છું, જેમણે મને ફરી એકવાર શોનો ભાગ બનવાની તક આપી. હું આ નવી સફરમાં આ વર્ષે ભારતમાં શું છે તે જોવા માટે હું રાહ જોઈ શકતી નથી.​​​​​​​

મલ્ટીપલ માઈલોમા નામના કેન્સરથી પીડિત હતા કિરણ
થોડા મહિના પહેલા જ એ વાતનો ખુલાસો થયો હતો કે, કિરણ ખેર મલ્ટીપલ માઈલોમા નામના કેન્સરથી પીડિત છે. જો કે, સારવાર બાદ હવે તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે. જણાવી દઈએ કે છેલ્લી 5 સિઝનથી કિરણની સાથે ફિલ્મમેકર કરણ જોહર અને મલાઈકા અરોરા જજ તરીકે જોવા મળતા હતા. જો કે, આ વખતે શોની નવી સિઝનમાં મલાઈકાની જગ્યા શિલ્પા શેટ્ટીએ લઈ લીધી છે. તેમજ કરણની જગ્યા રેપર બાદશાહ જજ તરીકે જોવા મળશે.