ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોરોના:'ખતરો કે ખિલાડી 11' કન્ટેસ્ટન્ટ અનુષ્કા સેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બાકીના કન્ટેસ્ટન્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

7 મહિનો પહેલા
  • અનુષ્કાના આઈસોલેશનમાં ગયા પછી બાકીની ટીમ અને ક્રૂ મેમ્બર્સે શૂટિંગ પૂરું કર્યું
  • આ શો જુલાઈમાં ઓન એર થઈ શકે છે

સોશિયલ મીડિયાની ફેમસ સેલિબ્રિટી અને એક્ટ્રેસ અનુષ્કા સેન કોરોના પોઝિટિવ થઈ છે. જો કે, તેની સાથે બાકીના તમામ કન્ટેસ્ટન્ટ સુરક્ષિત છે. અનુષ્કા અત્યારે કેપટાઉનમાં છે, જ્યાં તે 'ખતરો કે ખિલાડી-11'નું શૂટિંગ કરી રહી છે. અનુષ્કાને કોઈ લક્ષણ નહોતા, પણ તેમ છતાં તે ક્વોરન્ટાઈન થઈ ગઈ છે.

અનુષ્કાના આઈસોલેટ થયા બાદ શૂટિંગ શરૂ
સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, અનુષ્કાનો કોરોના રિપોર્ટ સોમવારે આવ્યો, ત્યારબાદ બાકીના કન્ટેસ્ટન્ટ અને ક્રૂ મેમ્બર્સે પણ સાવચેતી તરીકે ટેસ્ટ કરાવ્યો પરંતુ બાકી બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. અનુષ્કા આઈસોલેશનમાં ગયા પછી બાકીની ટીમ અને ક્રૂ મેમ્બર્સે શૂટિંગ પૂરું કર્યું.

આ છે શોના કન્ટેસ્ટન્ટ
શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, વિશાલ આદિત્ય સિંહ, આસ્થા ગિલ, સૌરભ રાજ જૈન, અર્જુન બીજલાની, મહલ ચહલ, વરુણ સૂદ અને સના મકબૂલ જેવા ટીવી સ્ટાર્સ આ શોમાં જોવા મળશે. શો જુલાઈમાં ઓન એર થઈ શકે છે.