તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌન બનેગા કરોડપતિ:સિઝન શરૂ થયાના 7 જ દિવસમાં દૃષ્ટિહીન હિમાની પહેલી કરોડપતિ બની, 7 કરોડના સવાલનો પણ જવાબ આપ્યો

મુંબઈ23 દિવસ પહેલા
  • 30-31 ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગે એપિસોડ ટેલિકાસ્ટ થશે
  • હિમાની બુંદેલા આગ્રાની છે

'કૌન બનેગા કરોડપતિ 13' 23 ઓગસ્ટે શરૂ થયો છે અને ફર્સ્ટ વીકમાં જ શોને પહેલી કરોડપતિ મળી ગઈ છે. અમિતાભ બચ્ચનના આ શોની પહેલી કરોડપતિ દિવ્યાંગ હિમાની બુંદેલા છે. તે એક કરોડ રૂપિયા જીતી જાય છે. આટલું જ નહીં તે સાત કરોડના સવાલનો જવાબ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે હિમાની પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે.

હિમાની બુંદેલા જીતી એક કરોડ રૂપિયા
આગ્રાની હિમાની બુંદેલા જોઈ શકતી નથી. હાલમાં જ એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, 'હિમાની તમે એક કરોડ રૂપિયા જીતી ગયા છો.' આટલું બોલતા જ હિમાની ખુશીથી ઉછળી પડે છે.

7 કરોડના સવાલનો જવાબ આપશે
અમિતાભ બચ્ચન સ્પર્ધક હિમાનીને સાત કરોડનો 16મો સવાલ પૂછે છે. પ્રોમો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હિમાની 16મા સવાલનો જવાબ પણ લૉક કરે છે. 16મો સવાલ સાત કરોડ રૂપિયા માટે છે. આ સવાલ માટે કોઈ લાઇફલાઇનનો ઉપયોગ કરી શકાય નહીં, પરંતુ હિમાની કોઈ પણ જાતના ડર વગર જવાબ આપે છે અને બધું જ ઉપરવાળાના હાથમાં છોડી દે છે.

30-31 ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે
15 સવાલોના જવાબ આપવા સરળ નથી. હિમાનીએ બહુ જ સમજદારીથી આ રમત રમી છે. હવે જોવાનું એ છે કે તે સાત કરોડ રૂપિયાનો જવાબ આપી શકે છે કે નહીં. આ એપિસોડ 30-31 ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગે આવશે. પ્રોમો શૅર કરીને કહેવામાં આવ્યું હતું, 'ખુશ મિજાજી સ્વભાવથી પોતાનું જીવન જીવનારી એક દૃષ્ટિહીન સ્પર્ધક, હિમાની બુંદેલા 'કેબીસી 13'ની પહેલી કરોડપતિ બની છે, પરંતુ શું તે 7 કરોડના સવાલનો સાચો જવાબ આપી શકશે?'

શોમાં હિમાની
શોમાં હિમાની
બહેન ચેતના સાથે હિમાની
બહેન ચેતના સાથે હિમાની