કેબીસી 14:અમિતાભ બચ્ચને જાતે જમીન પર બેસીને નવ વર્ષના બાળકને શૂઝ પહેરાવ્યા, ચાહકો સાદગી પર ફિદા થયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન રિયલ લાઇફમાં ઘણાં જ સિમ્પલ વ્યક્તિ છે. 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર તેઓ સ્પર્ધક સાથે ઘણી જ મસ્તી કરતા હોય છે. તેઓ શોમાં પોતાના જીવનના રસપ્રદ કિસ્સા પણ શૅર કરતા હોય છે. હાલમાં 'કેબીસી' જુનિયરમાં નાના બાળકો હોટ સીટ પર આવે છે. 'કૌન બનેગા કરોડપતિ 14' ટૂંક સમયમાં જ ઑફએર થશે. આ શો હવે ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. અમિતાભ બચ્ચને હાલમાં જ આ શો અંગે વાત કરી હતી.

અમિતાભનો હટકે અંદાજ જોવા મળ્યો
'કેબીસી જુનિયર શો'માં ઘણાં ટેલેન્ટેડ બાળકો જોવા મળ્યા છે. આ બાળકોએ પોતાના નોલેજ તથા નટખટ અંદાજથી બિગ બીને ઇમ્પ્રેસ કરી દીધા છે. જોકે, તાજેતરમાં જ અમિતાભે શોમાં પોતાની સીટ પરથી ઉતરીને બાળકને શૂઝ પહેરાવ્યા હતા.

નવ વર્ષના બાળકને શૂઝ પહેરાવ્યા
'કેબીસી'ના લેટેસ્ટ એપિસોડમાં 9 વર્ષીય અંશુમન પાઠક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જીતને હોટ સીટ પર આવ્યો હતો. અંશુમને અમિતાભ સાથે અઢળક વાતો કરી હતી. તેણે મોટા થઈને ગેમ ડેવલપર બનવાની વાત કરી હતી. ગેમ રમતા રમતા અંશુમને બિગ બીને કહ્યું હતું કે તે શૂઝ કાઢીને શ્લોક બોલવા માગે છે. અંશુમનની આ વાતથી અમિતાભ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. શ્લોક બોલ્યા બાદ બિગ બીએ અંશુમનને શૂઝ પહેરાવવામાં મદદ કરી હતી. અમિતાભ પોતાની સીટ પરથી ઉતારીને જમીન પર ઘૂંટણીયે બેસીને અંશુમનને શૂઝ પહેરાવે છે. અંશુમને કહ્યું હતું કે તે જાતે જ શૂઝ પહેરી લેશે, પરંતુ બિગ બીએ અંશુમનના વખાણ કરતા કહ્યું હતું કે તે ઘણો જ જીનિયસ છે અને તેથી જ તે મદદ કરશે. બિગ બીનું આ વર્તન જોઈને ચાહકો તેમની સાદગી પર ફિદા થઈ ગયા હતા.

શોમાં બિગ બીએ સીક્રેટ શૅર કર્યું
અંશુમન સાથેની વાતચીતમાં બિગ બીએ કહ્યું હતું કે તે ચોપસ્ટિકથી ક્યારેય નૂડલ્સ ખાઈ શકતા નથી. તે જ્યારે પણ ચોપસ્ટિકથી નૂડલ્સ ખાવાનો પ્રયાસ કરે તો નૂડલ્સ નીચે જ પડી જાય છે. જોકે, હવે તે નૂડલ્સને સ્પૂન ને ફોર્કથી ખાય છે.

'કેબીસી 14' બંધ થશે
અમિતાભ બચ્ચને બ્લોગમાં કહ્યું હતું કે 'કેબીસી'નું શૂટિંગ પૂરું થવા જઈ રહ્યું છે. બ્લોગમાં અમિતાભ આ વાતને કારણે ભાવુક થઈ ગયા હતા. તે ઈચ્છતા નથી કે આ શો ઑફએર થાય. આટલું જ નહીં બિગ બીએ વિવિધ પર્સનાલિટી તથા સેલિબ્રિટિઝમાંથી પ્રેરણા મળી હોવાની વાત પણ કહી હતી.

બિગ બીએ કહ્યું હતું, 'કેબીસી' હવે પૂરું થવા જઈ રહ્યું છે. ક્રૂ તથા કાસ્ટને રૂટિનમાં પરત ફરવામાં એક ખાલીપણાનો અહેસાસ થશે. અલવિદાની લાગણી થઈ રહી છે. જોકે, આશા છે કે ટૂંક સમયમાં જ ફરીથી મળીશું.

અમિતાભ બચ્ચન ભાવુક થયા
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું કે શોમાં અલગ અલગ લોકો આવ્યા હતા અને તેમણે દેશ તથા સમાજમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તે લોકો સાથે વાત કરવી સન્માનની વાત હતી. તેમની પાસેથી ઘણું જ શીખવાનું મળ્યું. તેમણે પોતાના વિશ્વાસ, ભરોસો, ડિસિપ્લિન તથા બેસ્ટ શોટ આપીને પોતાનો આગવો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ બાબતો બધા લોકો માટે છે. તેમનામાંથી પ્રેરણા લઈને ઘરે પરત ફરીએ છીએ અને પોતાની જાતને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. વધુમાં અમિતાભે કહ્યું હતું કે અલવિદા કહેવું થોડું અજીબ લાગે છે.

આ સિઝનમાં હજી સુધી માત્ર એક જ કરોડપતિ વિનર
આ સિઝનમાં અત્યાર સુધી એક જ મહિલા સ્પર્ધક કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી છે. દિલ્હીનો શાશ્વત ગોયલ 1 કરોડ રૂપિયા જીત્યો હતો, પરંતુ તેણે સાડા સાત કરોડ રૂપિયાનો જવાબ ખોટો આપ્યો હતો અને આ જ કારણે તે 75 લાખ રૂપિયા જીતી શક્યો હતો.

'કેબીસી'ને સ્થાને કયો શો આવશો?
'કેબીસી'ને બદલે બીજી જાન્યુઆરીથી 'માસ્ટર શૅફ ઇન્ડિયા' શરૂ થશે. આ શોમાં વિકાસ ખન્ના, રણવીર બ્રાર તથા ગરિમા અરોરા જજ પેનલમાં છે. આ શો 2010માં અક્ષય કુમારે લૉન્ચ કર્યો હતો. આ શોમાં અત્યાર સુધી જજ પેનલમાં અજય ચોપરા, કુનાલ કપૂર, સંજીવ કપૂર, જોરાવર કાલરા, વિનીત ભાટિયા આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...