તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'કેબીસી'ને કારણે મુશ્કેલી:'કૌન બનેગા કરોડપતિ 13'માં ભાગ લેવો મોંઘો પડ્યો, રેલવેએ સ્પર્ધક દેશબંધુને ચાર્જશીટ ફટકારી

મુંબઈ20 દિવસ પહેલા
  • 'કેબીસી 13'માં તાજેતરના એપિસોડમાં દેશબંધુ પાંડે હોટ સીટ પર જોવા મળ્યા હતા.

'કૌન બનેગા કરોડપતિ 13'માં હાલમાં રાજસ્થાનના કોટના સ્પર્ધક દેશબંધુ પાંડે હોટ સીટ પર જોવા મળ્યા હતા. દેશબંધુએ શોમાં 3 લાખ 20 હજાર રૂપિયા જીત્યા હતા. 11મા સવાલનો જવાબ ખોટો આપ્યો હતો. જોકે, હવે દેશબંધુ નવી જ મુસીબતમાં મૂકાયા છે. દેશબંધુ રેલવેમાં નોકરી કરી છે અને રેલવે એડમિનિસ્ટ્રેશને દેશબંધુને ચાર્જશીટ ફટકારી છે.

દેશબંધુ પાંડેને 'કેબીસી'માં ભાગ લેવો મોંઘો પડ્યો
દેશબંધુ પાંડેનું સપનું હતું કે તે અમિતાભ બચ્ચનને મળે. 'કેબીસી'માં આવ્યા બાદ તેનું આ સપનું પૂરું થયું છે. જોકે, શોમાં ભાગ લેવાને કારણે તેમણે ખરાબ પરિણામ પણ ભોગવવું પડ્યું છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, પાંડેએ 'કેબીસી 13'માં ભાગ લીધા બાદ રેલવે પ્રશાસને તેની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શોમાં ભાગ લેવા માટે દેશબંધુ 9-13 ઓગસ્ટ સુધી મુંબઈમાં રોકાયા હતા. તેઓ પોતાની પત્ની સાથે આવ્યા હતા. તેમણે સીનિયર્સને રજા અંગેની માહિતી આપી દીધી હતી. જોકે, તેમની રજાચિઠ્ઠી પર વિચાર કરવામાં આવ્યો નહોતો. હવે રેલવે તંત્ર ચાર્જશીટ મુદ્દે બોલવા તૈયાર નથી.

રેલવે કર્મચારીએ વિરોધ કર્યો
હવે રેલવ કર્મચારી સંગઠને આ ચાર્જશીટનો વિરોધ કર્યો કર્યો છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી ખાલીદે કહ્યું હતું કે રેલવેએ પાંડે સાથે જે કર્યું તે બિલકુલ યોગ્ય નથી.

આ સવાલનો જવાબ ખોટો આપ્યો હતો
દેશબંધુએ 11મા સવાલનો જવાબ ખોટો આપ્યો હતો. સવાલ હતો કે, 'આમાંથી કયા દેશ યુરોપ સાથે જોડાયેલો છો?' વિકલ્પ હતાં- રશિયા, તુર્કી, યુક્રેન તથા કઝાકિસ્તાન. દેશબંધુ પાસે 'એક્સપર્ટને પૂછો' લાઇફલાઇન હતી, પરંતુ તેમણે લાઇફલાઇનનો ઉપયોગ કર્યો નહીં અને જવાબ રશિયા આપ્યો હતો. આ ખોટો જવાબ હતો અને સાચો જવાબ યુક્રેન હતો. 10 સાચા સવાલના જવાબ આપીને દેશબંધુ 3 લાખ 20 હજાર જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...