• Gujarati News
  • Entertainment
  • Television
  • Kbc 12: IPS Officer Mohita Sharma Became The Second Millionaire Of The Show, Said "No Dream Which Can Be Fulfill By This Money, I Want To Serve The Country"

કૌન બનેગા કરોડપતિ 12:IPS ઓફિસર મોહિતા શર્મા શોના બીજા કરોડપતિ બન્યા, કહ્યું- 'કોઈ સપનું એવું નથી જે આ પૈસા પૂરા કરી શકે, દેશની સેવા કરવા ઈચ્છું છું'

એક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

નાઝિયા નસીમ પછી, IPS ઓફિસર મોહિતા શર્મા શો 'કૌન બનેગા કરોડપતિ 12'ના બીજા કરોડપતિ બન્યા છે. 30 વર્ષીય મોહિતા કાંગડા, હિમાચલ પ્રદેશના મૂળ નિવાસી છે અને હાલમાં જમ્મુ કાશ્મીર કેડરમાં, સાંબાના બરી બ્રાહ્મણામાં SSP (આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તે જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની દેખરેખ રાખે છે. અમિતાભ બચ્ચન હોસ્ટેડ આ ગેમ શોમાં એક કરોડ રૂપિયા જીત્યા બાદ, મોહિતાએ દિવ્ય ભાસ્કર સાથે આ જર્ની સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી છે.

શું ખબર હતી કે પહેલી વખતમાં નસીબ મને સાથ આપશે:
મારો હેતુ પૈસા જીતવાનો બિલકુલ ન હતો. બસ એ જ ઈરાદા સાથે શોમાં ગઈ હતી કે મારે મારા પતિનું સપનું પૂરું કરવું હતું. મારા પતિ છેલ્લા 20 વર્ષથી આ શોમાં આવવાની ટ્રાય કરી રહ્યા હતા અને આ વખતે તેમણે મને શોમાં રજિસ્ટર કરવાનું કહ્યું. મેં પણ વધુ વિચાર્યા વગર રજિસ્ટર કરી નાખ્યું. શું ખબર હતી કે પહેલી જ વખતમાં નસીબ મને સાથ આપશે. હું અને મારા પતિ બંને સિવિલ સર્વિસ સાથે જોડાયેલા છીએ અને હું અમારી સર્વિસનું નામ રોશન કરવા ઈચ્છતી હતી. ઘણી ખુશી થઇ રહી છે કે હું મારા ઈરાદામાં સફળ થઇ.

મને એક ક્ષણ પણ એવું ન લાગ્યું કે હું કોઈ ગેમ રિયાલિટી શો રમી રહી છું:
એડવેન્ચરથી ભરપૂર અનુભવ રહ્યો. સાંભળ્યું છે કે અમિતાભ જીની સામે આવતા જ લોકો નર્વસ થઇ જાય છે પણ મારી સાથે એવું જરાપણ ન થયું. તેમણે જેવું તેમની આઇકોનિક સ્ટાઇલમાં શોનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે મારી નર્વસનેસ તે જ સમયે જતી રહી. મને એક ક્ષણ પણ એવું ન લાગ્યું કે હું કોઈ ગેમ રિયાલિટી શોમાં રમી રહી છું. બસ આખી જર્નીમાં લાગ્યું કે જાણે હું અમિતાભ જી સાથે એક નોર્મલ વાતચીત કરી રહી છું.

એક કરોડ રૂપિયા જીતવાનું અનાઉન્સ થતા જ રુવાડા ઊંચા થઇ ગયા:
જેવું અમિતાભ બચ્ચને અનાઉન્સ કર્યું કે હું એક કરોડ રૂપિયા જીતી ગઈ છું, મારા રુવાડા ઊંચા થઇ ગયા. થોડા સમય માટે વિશ્વાસ ન થયો કે આટલી મોટી રકમ જીતી લીધી છે. ખુદને વિશ્વાસ અપાવવા માટે મેં અમિતાભ બચ્ચન જી પાસે પાણી માગ્યું, મને કઈ સમજાતું ન હતું. એવું લાગ્યું જાણે સપનું જોઈ રહી છું.

સારું થયું મેં રિસ્ક ન લીધું નહીં તો સાવ નીચે આવી ગઈ હોત:
હું 7 કરોડના સવાલમાં થોડી કન્ફ્યુઝ થઇ ગઈ હતી. મારી પાસે એક લાઈફલાઈન હતી જોકે શોના નિયમ મુજબ હું તે લાઈફલાઈન યુઝ કરી શકતી ન હતી. મને 2 વિકલ્પમાં કન્ફ્યુઝન હતું અને જે જવાબ મને સાચો લાગી રહ્યો હતો તે હકીકતમાં ખોટો હતો. સારું થયું મેં રિસ્ક ન લીધું નહીં તો સાવ નીચે આવી ગઈ હોત.

કરિયર માટે જે ભણ્યું તે જ મને અહીંયા સુધી લઇ આવ્યું:
કરિયર માટે જે ભણ્યું તે જ મને અહીંયા સુધી લઇ આવ્યું. જે અમે સિવિલ સર્વિસ માટે તૈયાર કરીએ છીએ તે જ શોનો આધારસ્તંભ છે. તે ભણતર મને ઘણું કામ આવ્યું. સાથે જ શોમાં એન્ટ્રી લેતા પહેલાં મને થોડા દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવી હતી. આ દરમ્યાન મેં મારું રિવિઝન કરી લીધું. આ શો માટે કોઈ અલગ પ્રકારની તૈયારી કરી ન હતી.

હું મારા દેશનું નામ રોશન કરવા ઈચ્છું છું:
હાલ આ જીતેલી રકમને કેમ વાપરીશું આ વિશે જરાપણ નથી વિચાર્યું. અમે ઘરમાં કોઈપણ નિર્ણય સાથે મળીને લઈએ છીએ, આ નિર્ણય પણ સાથે મળીને જ લઈશું. સાચું કહું તો મારું એવું કોઈ સપનું નથી જે પૈસાથી પૂરું થઇ શકે. મારું સપનું બસ એટલું જ છે કે હું મારી જોબ ઈમાનદારીથી કરું અને મારા દેશની સેવા કરું. હું મારા દેશનું નામ રોશન કરવા ઈચ્છું છું અને તેના માટે પૂરી મહેનત કરી રહી છું.

પ્રતિક્રિયા:કૃષ્ણા અભિષેક મામા ગોવિંદા સાથે સમાધાન કરવા માગે છે, કહ્યું- હવે તો માત્ર કપિલ શર્મા જ આ વિવાદનો અંત લાવી શકે છે

ટ્રોલ:અંકિતાએ બોયફ્રેન્ડ વિકી સાથેની રોમેન્ટિક તસવીર શૅર કરી તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- સુશાંતને ભૂલી ગઈ?