તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છત્તીસગઢની અનુપા દાસ કૌન બનેગા કરોડપતિ 12ની તરજી કરોડપતિ બની ગઈ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનુપા આટલી મોટી રકમ જીતવા અને પરિવારની સ્થિતિ વિશે કેટલીક વાતો શેર કરી છે...
જેકપોટ રકમ જીતીને કેવો અનુભવ થઇ રહ્યો છે?
સાચું કહું તો મારી જિંદગીમાં એવું થઇ ગયું જે મેં સપનાંમાં પણ ક્યારેય વિચાર્યું નહોતું. મને હજુ પણ વિશ્વાસ થઇ રહ્યો નથી કે હું કરોડપતિ બની ગઈ છું. હજુ પણ સપનું જોતી હોઉં તેવું લાગે છે. KBCએ મારી જિંદગી બદલી નાખી. લોકોનો મારા પ્રત્યે અને મારી આજુ-બાજુની નાની વસ્તુઓ પ્રત્યે નજર સારી થઇ. મને હકીકતમાં ખબર નથી પડતી કે આ ઈમોશનને શબ્દમાં વ્યક્ત કેવી રીતે કરું!
આ શોમાં આવવા કેટલા વર્ષોથી પ્રયત્નો કરતા હતા?
આ શોમાં ભાગ લેવાની મારી પહેલી તક હતી. જો કે, હું પ્રથમ સીઝનથી આ શોમાં આવવા પ્રયત્નો કરી રહી હતી. બાર વર્ષની રાહ પછી મારી પ્રાર્થનાઓને જવાબ મળી ગયો અને મને ભાગ લેવાનો વન્સ ઇન લાઈફટાઈમ મોકો મળ્યો.
તમે આ જીતનો શ્રેય કોને આપશો?
હું પ્રમાણિકતા સાથે મારી આ જીત પરિવાર અને સ્પેશિયલ માતા-પિતાને સમર્પણ કરું છું. હું તેમના પ્રેમ અને સમર્થનને લીધે વિજેતા બની છું.
જીતેલી રકમનું શું કરશો?
આ પૈસાથી હું મારી માતાની સારવાર કરાવીશ. તેમને સ્ટેજ ત્રણનું કેન્સર છે. આ સમયે હું અને મારો પરિવાર કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. કારણ કે મોટાભાગના રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ થઇ ગયા. મારી પાસે જે પણ છે તે એમનું જ છે. શોમાં મેં જે પણ કમાણી કરી છે, તે મારા પરિવાર માટે છે. ભગવાનની કૃપાથી અમારી પાસે માતાની સારી ટ્રીટમેન્ટ કરાવવા માટે રૂપિયા આવી ગયા છે.
7 કરોડના પ્રશ્ન વખતે શું વિચારતા હતા?
છેલ્લા પ્રશ્નમાં મને બે પ્લેયર વિશે પૂછવામાં આવ્યું હતું કે તેઓ કઈ ટીમના છે અને મારા આ વિષય મજબૂત નથી આથી કેટલીક મિનિટ માટે હું ઘબરાઈ ગઈ હતી. હું કોઈ મોટું જોખમ લેવા માગતી નહોતી. એક ખોટા જવાબને લીધે જીતેલા રૂપિયા ગુમાવવા માગતી નહોતી. આથી મેં તેનો જવાબ ના આપવાનો નિર્ણય લીધો. શોમાં મેં જે પણ મેળવ્યું છે તેનાથી હું ખુશ છું.
અનુપા દાસના પરિવારમાં કોણ છે?
મારા પરિવારમાં મારા માતા-પિતા અને બે નાની બહેનો સામેલ છે. બંનેના લગ્ન થઇ ગયા છે અને તેમના બાળકો છે. 8 લોકોનો મારો પરિવાર જ મારી દુનિયા છે. મેં 2009માં લગ્ન કર્યા અને 1 મહિનામાં છૂટાછેડા થયા. છેલ્લા 11 વર્ષ માટે માટે કપરા રહ્યા. ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લીધે છેલ્લા બે વર્ષ વધારે તકલીફ પડી. પરંતુ મેં કહ્યું હતું તેમ મારો પરિવાર જ મારી શક્તિ છે. હું આજે જે પણ છું તે મારા પરિવારના પ્રેમ અને સપોર્ટને લીધે છું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.