તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકપ્રિય ટીવી શો 'FIR'માં ચંદ્રમુખી ચૌટાલાનો રોલ પ્લે કરીને લોકપ્રિય બનનાર કવિતા કૌશિકે થોડાં દિવસ પહેલાં જ 'બિગ બોસ 14'માં બીજીવાર એન્ટ્રી લીધી છે. કવિતા પિતાની ઘણી જ નિકટ હતી. થોડાં વર્ષ પહેલાં જ કવિતાના પિતાનું કેન્સરને કારણે મોત થયું હતું. 'બિગ બોસ'માં કવિતાએ રૂબીના સમક્ષ પિતાના અંતિમ શબ્દો યાદ કર્યા હતા. પિતાને યાદ કરતાં સમયે કવિતાની આંખમાંથી આંસુ આવી ગયા હતા.
એક એપિસોડમાં કવિતાએ રૂબીના આગળ મનની વાત કરતાં કહ્યું હતું કે તેના પિતા દિનેશ સિંહ કૌશિક પોલીસ અધિકારી હતા. પિતાએ કેન્સર સામે લાંબી જંગ લીડી હતી. કવિતાને તેના પિતા હંમેશાં કહેતા કે તું આખા ઘરનું ધ્યાન રાખે છે પરંતુ તારું ધ્યાન કોણ રાખશે?
પિતા સાથેની અંતિમ વાતચીત
કવિતાએ કહ્યું હતું કે તેના પિતાને તેની ઘણી જ ચિંતા રહેતી હતી. તેઓ કહેતા કે કવિતા માટે કોઈ પાત્ર શોધવું મુશ્કેલ છે. જોકે, તેમને ખ્યાલ હતો કે કવિતા તથા રોનિત એકબીજાને પસંદ કરે છે. મરતા પહેલાં પિતાએ અંતિમ વાતચીતમાં કવિતા પાસે રોનિતની વાત કહી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે કવિતાને અંતે જીવનસાથી મળી ગયો. પિતાના અંતિમ શબ્દો હતા કે રોનિત એક સારો છોકરો છે અને તે તારું સારી રીતે ધ્યાન રાખશે. આટલું કહેતા જ કવિતા ભાંગી પડી હતી અને રડવા લાગી હતી. રૂબીનાએ તેને સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે કવિતા તથા રોનિત બેસ્ટ ફ્રેન્ડ હતા. કેટલાંક વર્ષોની મિત્રતા તથા રિલેશન બાદ બંનેએ 27 જાન્યુઆરી, 2017ના રોજ લગ્ન કર્યા હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.