વિવાદ:હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં અમિતાભ બચ્ચન વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં કોર્ટમાં અરજી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શોના ડિરેક્ટર સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ
  • ત્રણ ડિસેમ્બરે કેસની સુનાવણી થશે

બિહારના મુઝફ્ફરપુરમાં અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. 'કૌન બનેગા કરોડપતિ'માં હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવા અંગે અમિતાભની સાથે શોના ડિરેક્ટર અરુણેશ કુમાર તથા રાહુલ વર્મા અને બોર્ડ એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના ચેરમેન મંજીત સિંહ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતમાં કેસ કરવામાં આવ્યો છે. આચાર્ય ચંદ્રકિશોર પારાશરે આ કેસ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી ત્રણ ડિસેમ્બરના રોજ થશે.

શું છે પૂરી ઘટના?
આ ફરિયાદમાં 20 ઓક્ટોબરના રોજ 'KBC'ના એપિસોડમાં પૂછાયેલા એક પ્રશ્ન સંદર્ભે કરવામાં આવી છે. આ પ્રશ્નથી હિંદુ ભાવનાને ઠેસ પહોંચી હોવાનું કહેવામાં આવ્યું છે.

25 ડિસેમ્બર, 1927ના રોજ ડૉ. ભીમરાવ આમ્બેડકરના અનુયાયીઓએ ક્યા ધર્મગ્રંથની નકલો સળગાવી હતી?
a. વિષ્ણુપુરાણ
b. ભાગવત ગીતા
c. ઋગવેદ
d. મનુસ્મૃતિ

ફરિયાદ આચાર્ય ચંદ્રકિશોરે પારાશરે આ જ મુદ્દે ફરિયાદ દાખલ કરી છે, જેમાં અમિતાભ બચ્ચનની સાથે શોના બે ડિરેક્ટર અરુણેશ કુમાર-રાહુલ વર્મા તથા બોર્ડ ઓફ એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના ચેરમેન મંજીત સિંહ છે.

ફરિયાદી આચાર્ય ચંદ્રકિશોર પારાશર બિહારમાં ન્યૂ એરિયા, સિકંદરપુરમાં રહે છે.
ફરિયાદી આચાર્ય ચંદ્રકિશોર પારાશર બિહારમાં ન્યૂ એરિયા, સિકંદરપુરમાં રહે છે.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે જાણી જોઈને હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવા માટે શોમાં આ પ્રકારનો સવાલ સેટ કરવામાં આવ્યો હતો. આ સવાલથી હિંદુ ભાવના આહત થઈ છે. કોર્ટ આ કેસમાં 3 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...