મુશ્કેલીમાં ટીવી એક્ટર / પાર્થ સમથાન વિરુદ્ધ સોસાયટી મેમ્બર્સે BMCના આદેશનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ દાખલ કરી, આખી બિલ્ડિંગના લોકોનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ

Kasautii Zindagi Kay's Actor Parth Samthan Accused Of Breaking BMC Order, Files Written Complaint Against Him
X
Kasautii Zindagi Kay's Actor Parth Samthan Accused Of Breaking BMC Order, Files Written Complaint Against Him

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 06:45 PM IST

ટીવી સિરિયલ કસૌટી ઝીંદગી કેના લીડ એક્ટર પાર્થ સમથાને કોરોના સામે જંગ જીતી લીધી છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે પુણે તેના પરિવાર પાસે રહેવા જતો રહ્યો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને 17 દિવસ હોમ ક્વોરન્ટીન રહ્યા બાદ તે પુણે તેના પરિવાર પાસે જતો રહ્યો છે. તેને તેની પોસ્ટમાં પેનિક અટેકની વાત પણ કરી હતી.

જોકે, પાર્થ મુંબઈની જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાંના મેમ્બર્સને પાર્થનું ઘરમાંથી આ રીતે બહાર નીકળવું યોગ્ય ન લાગ્યું. મુંબઈ સ્થિત ગોરેગાંવ વિસ્તારના DB વૂડ્સ કો- ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ બિલ્ડિંગના સેક્રેટરીએ BMCને લેટર લખીને પાર્થ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

સોસાયટીએ કરેલ ફરિયાદ

પાર્થનો હેલ્પર હજુ સંક્રમિત
ફરિયાદ મુજબ પાર્થ સિવાય તેનો હેલ્પર સુનિલ સાહૂ પણ કોરોના સંક્રમિત હતો. પાર્થનો રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો હોય પણ સુનિલનો રિપોર્ટ હજુ પોઝિટિવ છે. 14 દિવસ બાદ BMCના અધિકારીઓએ ફ્લોર તો અનસીલ કરી દીધો પરંતુ પાર્થના ઘરનો એરિયા હજુ સીલ્ડ હતો. અધિકારીઓએ જે ફ્લોર પર પાર્થ રહે છે ત્યાંના બધા રેસિડન્ટ્સને 31 જુલાઈ સુધી ઘર બહાર ન નીકળવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પાર્થે આ આદેશનું ઉલ્લંઘન કર્યું અને તે પુણે જતો રહ્યો.

પાર્થે બધાના જીવ જોખમમાં નાખ્યા: ફરિયાદ
ફરિયાદ મુજબ પાર્થે સોસાયટીના બધા રહેવાસીની જિંદગી જોખમમાં મૂકીને બિલ્ડિંગના એલીવેટરને પણ યુઝ કર્યું જે ખોટું છે. સેક્રેટરીએ BMCને પાર્થ વિરુદ્ધ કડક પગલાં લેવાની અપીલ કરી છે.

અમુક ટ્વિટર યુઝર્સે પાર્થ પર BMCના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે પાર્થે પોતાના બચાવમાં કહ્યું કે તે નિયમથી વધારે બે દિવસ ક્વોરન્ટીન રહ્યો છે. પાર્થ સાથે આ વાતની પુષ્ટિ કરવા અમે તેનો સંપર્ક સાધવાની ટ્રાય કરી હતી પણ તે અવેલેબલ ન હતો.

View this post on Instagram

Thankyou 😇

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on Jul 26, 2020 at 5:40am PDT

12 જુલાઈના પાર્થે કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવી હતી. ત્યારબાદ સાવધાની માટે સિરિયલના તેના કો-સ્ટાર્સે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતું. પાર્થ ટૂંક સમયમાં સિરિયલનું શૂટિંગ ફરી શરૂ કરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી